Surendranagar News/ વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ 2024માં સુરેન્દ્રનગર જિલ્લાની 1,598 દીકરીઓને કુલ રૂ. 17.57 કરોડથી વધુની સહાય મંજૂર કરાઈ 

સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ 2024 દરમિયાન 1,598 દીકરીઓને કુલ રૂ.17.57 કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે.

Top Stories Gujarat
1 2025 03 18T115550.272 વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ 2024માં સુરેન્દ્રનગર જિલ્લાની 1,598 દીકરીઓને કુલ રૂ. 17.57 કરોડથી વધુની સહાય મંજૂર કરાઈ 

Surendranagar News: વિધાનસભા ગૃહ (Assembly House) ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ (Prafulbhai Pansheria) જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ દીકરીઓને વિવિધ તબક્કે કુલ રૂ. 1,10,000ની સહાય આપવામાં આવે છે.

સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ 2024 દરમિયાન 1,598 દીકરીઓને કુલ રૂ.17.57 કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મના એક વર્ષમાં અરજી કરવાની હોય છે. દીકરી ધોરણ-1 માં પ્રવેશ મેળવે ત્યારે રૂ.4,000, ધોરણ-9 માં પ્રવેશ મેળવે ત્યારે રૂ. 6,000 અને દીકરી 18 વર્ષની થાય ત્યારે રૂ.1,00,000 મળી કુલ રૂ.1,10,000ની સહાય આ યોજના હેઠળ આપવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વહાલી દીકરી યોજના, રાજ્ય સરકાર ગરીબની દીકરી માટે ‘પેરેલલ પેરેન્ટ’ બની

આ પણ વાંચો:ઘર કી પહેચાન બેટીઓ કે નામ, અહીં એક નહિ પરંતુ અનેક ઘરની બહાર દિકરીઓના નામની તકતી ઝૂલી રહી છે

આ પણ વાંચો:આત્મનિર્ભર ગ્રામ યાત્રાના બીજા દિવસે મુળી ખાતે ભવ્ય સ્વાગત સાથે કાર્યક્રમ યોજાયો