Not Set/ 18 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયાં માત્ર આટલા જ નવા કેસ….

રાજ્યમાં આજરોજ છેલ્લાં 24 કલાકમાં 1,333 નવા કોરોના કેસ નોધાયા છે. જે સાથે  રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,12,063 પહોંચ્યો  છે.

Top Stories Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યોછે. કોરોનાની બીજી ઘાતકી લહેર્માંથી રાજ્યમાં હવે ધીમે ધીમે બહાર આવી રહ્યું  છે.  રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં આજરોજ છેલ્લાં 24 કલાકમાં 1,333 નવા કોરોના કેસ નોધાયા છે. જે સાથે  રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,12,063 પહોંચ્યો  છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  18 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 4,098 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,75,958 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા  26,232 છે.