Not Set/ ઓશોથી પ્રભાવિત થઈ વિનોદ ખન્ના સન્યાસી બન્યાં પછી….પરિવારનું શું…??

વિનોદ ખન્નાના જન્મદિવસ પ્રસંગે  તેમના સન્યાસી બન્યા પછી અભિનેતાનું જીવન કેવું હતું. વળી, સંન્યાસ છોડ્યા પછી તેનું જીવન કેવી રીતે બદલાયું? સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આધ્યાત્મિકતા એ માનવ સમાજની એક જીવનશૈલી છે જેને દરેક અનુસરી શકે છે. ભલે તે ધનિક હોય કે ગરીબ. પરંતુ આધ્યાત્મિક ગુરુ ઓશો આ સાથે સહમત ન હતા. […]

Uncategorized

વિનોદ ખન્નાના જન્મદિવસ પ્રસંગે  તેમના સન્યાસી બન્યા પછી અભિનેતાનું જીવન કેવું હતું. વળી, સંન્યાસ છોડ્યા પછી તેનું જીવન કેવી રીતે બદલાયું?

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આધ્યાત્મિકતા એ માનવ સમાજની એક જીવનશૈલી છે જેને દરેક અનુસરી શકે છે. ભલે તે ધનિક હોય કે ગરીબ. પરંતુ આધ્યાત્મિક ગુરુ ઓશો આ સાથે સહમત ન હતા. તે માનતા હતા કે માત્ર ધનિક લોકો જ આધ્યાત્મિકતાનો અનુભવ કરી શકે છે અને ગરીબની પ્રાથમિક જરૂરિયાત તેને આવું કરવાથી રોકે છે. આ જ કારણ છે કે ભદ્ર વર્ગના લોકો ઓશોના અનુયાયીઓમાં વધુ બન્યા. બોલિવૂડના કેટલાક સ્ટાર્સ પણ આ પ્રથામાં સામેલ થયા હતા.

આ લીસ્ટમાં સૌથી વધુ લોકપ્રિય નામ હતું તે વિનોદ ખન્ના. વિનોદ ખન્નાનો જન્મ 6 ઓક્ટોબર, 1946 માં થયો હતો. તેમના જન્મદિવસ પ્રસંગે ચાલો જાણીએ કે સાધુ બન્યા પછી અભિનેતાનું જીવન કેવું રહ્યું હતું…?

પ્રાપ્ત માહિતી અનુસાર  વિનોદ ખન્ના ઘણા વર્ષોથી પુનાના ઓશો આશ્રમમાં રહેતા હતા. તેઓ ઓશો સાથે અમેરિકા પણ ગયા અને તેમની સેવા કરતા રહ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે ઓશોના અંગત બગીચાના માળી પણ બન્યા. ત્યાં તેઓએ તેમના વોશરૂમ અને વાસણો પણ સાફ કર્યા.

ક્યારે લીધો સન્યાસ ?

એવું કહેવામાં આવે છે કે વિનોદ ખન્ના આચાર્ય રજનીશ ઓશો સાથે અમેરિકાના ઓરેગોનમાં એક કમ્યુનની સ્થાપના માટે ગયા હતા. ત્યાં ઓશોએ વિનોદ ખન્નાને તેમના અંગત બગીચાની સંભાળ રાખવા માળી તરીકે રાખ્યો હતો. વિનોદ ખન્નાએ  ત્યાં 4-5 વર્ષ મળી તરીકે રહ્યાં. એક મુલાકાતમાં વિનોદ ખન્નાએ પોતે કહ્યું હતું કે તે ઘણાં વર્ષોથી અમેરિકાના ઓશો આશ્રમમાં માળી હતા. અને આ સમય દરમિયાન તેણે ટોઇલેટ થી પ્લેટ સુધી બધી જ સાફ સફાઈ કરી હતી. અહેવાલો અનુસાર તેમનું નામ વિનોદ ભારતી તરીકે આશ્રમમાં રાખવામાં આવ્યું હતું. પરંતુ માનસિક શાંતિ જેના માટે તે આધ્યાત્મિકતાના આશ્રયમાં ગયા હતા, તે પ્રાપ્ત ના થઈ. તેમના સ્નાયસી તરીકે ગયા પછી તેમનો મુંબઈ ખાતે રહેતો પરિવાર પણ વિખાઈ ગયો હતો.

વિનોદ ખન્નાએ પોતે કહ્યું હતું કે સન્યાસી થવાનો નિર્ણય સંપૂર્ણપણે મારો હતો. તેથી મારા પરિવારને તે નિર્ણય અંગે ખરાબ લાગ્યું. હું બંને બાળકોને ઉછેરવાની ચિંતા પણ કરતો હતો, પણ મનથી મજબૂર હતો. વિનોદ ખન્નાએ સન્યાસ કેમ લીધો તે ની તો તે જાણે પરંતુ સન્યાસ ને કારણે તેમનું ફિલ્મી કેરિયર ત્યજ ઠપ્પ થઈ ગયું હત. કુટુંબ પણ એવું  વેરવિખેર થઈ ગયું હતું કે તે ક્યારેય ફરી મળી શકાયું નહીં. અમેરિકાના ઓશો આશ્રમમાં રહેતી વખતે જ પત્ની ગીતાંજલિથી અલગ થઈ ગયા હતા. જે 1985 માં છૂટાછેડા સાથે આ સંબંધોનો અંત આવ્યો હતો.

આ પછી, તેણે તેમના કરતા 16 વર્ષ નાના કવિતા દફ્તરી સાથે લગ્ન કર્યા. કવિતા, અમેરિકા અને યુરોપમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, ઉદ્યોગપતિ પિતા સરયુ દ્ફ્તરીનો વ્યવસાય સંભાળી રહી હતી.  વિનોદ ખન્ના સાથે પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. પ્રેમ વધ્યો અને બંનેનાં લગ્ન થયાં. ફિલ્મ કારકિર્દીની વાત કરીએ, ફિલ્મોમાં  ત્યાર બાદ ફરી કયારેય તેમણે પહેલા જેવુ સમ્માનિય સ્થાન નથી મળ્યું. હ, તેમના અભિનયના જરૂર થી વખાણ થતાં હતા.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.