GT Vs MI : ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની નવમી મેચ શનિવારે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં તમામ વિકેટે 196 રન બનાવ્યા. ગુજરાત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 63 રન બનાવ્યા. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ 02 વિકેટ લીધી, જ્યારે બોલ્ટ, ચહર, મુજીબ અને રાજુએ એક-એક વિકેટ લીધી.
ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી ગુજરાતની ટીમની શરૂઆત સારી રહી હતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી. શુભમન ગિલ 27 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. જોસ બટલર 24 બોલમાં ફક્ત 39 રન બનાવી શક્યા. શાહરૂખ ખાને 7 બોલમાં 9 રન બનાવ્યા. સાઈ સુદર્શન 41 બોલમાં 63 રન બનાવીને આઉટ થયા હતા. બોલ્ટને LBW આપવામાં આવ્યો. રાહુલ તેવતિયા રન આઉટ થયો. રૂથરફોર્ડે 11 બોલમાં 18 રન અને રાશિદ ખાને 4 બોલમાં 6 રન બનાવ્યા. સાઈ કિશોર છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો.
બંને ટીમોને તેમની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ(MI)નો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 4 વિકેટથી પરાજય થયો હતો, જ્યારે ગુજરાત ટાઇટન્સ (GT)ને પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
શુભમન ગિલના નામે વધુ એક રેકોર્ડ બન્યો
શુભમન ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર 20 ઇનિંગ્સમાં 1000 રનનો આંકડો પાર કર્યો, અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોઈપણ મેદાન પર 1000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો. અગાઉ આ રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે હતો. તેમણે વાનખેડે ખાતે 31 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા. એકંદર રેકોર્ડની વાત કરીએ તો, આ બાબતમાં ફક્ત ક્રિસ ગેલ જ તેનાથી આગળ છે, જેમણે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં માત્ર 19 ઇનિંગ્સમાં 1000 રન બનાવ્યા હતા. ગિલ એક જ મેદાન પર 1000 રન બનાવનાર બીજા ક્રમનો સૌથી ઝડપી બેટ્સમેન પણ બની ગયો છે. આ બાબતમાં તેણે ડેવિડ વોર્નર અને શોન માર્શ જેવા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.
IPLમાં એક જ મેદાન પર 1000 રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી
19 ઇનિંગ્સ – ક્રિસ ગેઇલ, બેંગ્લોર
20 ઇનિંગ્સ – શુભમન ગિલ, અમદાવાદ
22 ઇનિંગ્સ – ડેવિડ વોર્નર, હૈદરાબાદ
26 ઇનિંગ્સ – શોન માર્શ, મોહાલી
31 ઇનિંગ્સ – સૂર્યકુમાર યાદવ, વાનખેડે
શુભમન ગિલ મોટી ઇનિંગ્સ રમવાથી ચૂકી ગયો
મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચમાં શુભમન ગિલ 27 બોલમાં 38 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં ગિલને સારી શરૂઆત મળી, એવું લાગતું હતું કે તે ફરી એકવાર અહીં મોટી ઇનિંગ રમશે પરંતુ 9મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ તેને નમન ધીરના હાથે કેચ કરાવીને પેવેલિયન મોકલી દીધો.
બંને ટીમોની પ્લેઇંગ-11
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રૂધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, આર. સાઈ કિશોર, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ગ્લેન ફિલિપ્સ.
મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકેલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, મુજીબ ઉર રહેમાન, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ.
આ પણ વાંચો: RCB એ 17 વર્ષના દુકાળનો અંત લાવ્યો, CSK સામે ઐતિહાસિક જીત નોંધાવી
આ પણ વાંચો: KKR-LSG મેચની તારીખ બદલાઈ, BCCIએ અચાનક નિર્ણય લેવો પડ્યો; સમગ્ર બાબતને વિગતવાર જાણો