Ahmedabad News : બેન્કના હપ્તા નહી ભરો તો અટક કરવાની ધમકી આપી લાંચ લેનારા 4 શખ્સો પૈકી 3 શખ્સોની ધપકડ કરી હતી. જ્યારે ASI ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે. આ કેસની વિગત મુજબ ફરીયાદી એ HDFC બેંક માંથી મોરગેજ લોન લીધી હતી. આ લોન નાં હપ્તા નહી ભરી શકતાં બેંક માંથી ફરીયાદી , તેમના પિતા અને કાકા એમ ત્રણેય જણા વિરુદઘ નોટીસ આવી હતી , તે નોટીસ ની એક નકલ પોલીસ સ્ટેશને પણ મોકલવામાં આવીહતી.
જેમાં ભાવનગરના મહુવા પોલીસ સ્ટેશનના ASI અશોક આર.ડેર એ ફરીયાદી ને રૂબરૂ બોલાવી ઉપરોક્ત નોટીસ બતાવી તેઓનું વોરંટ નીકળેલ હોવાનું અને તાત્કાલિક હપ્તા નહીં ભરો તો ત્રણેય જણા ને અટક કરવા પડશે તેવી બીક બતાવી હતી.ઉપરાંત પોતાના વચેટીયા આરોપી આરીફ નિસારભાઇ જમાણી (પ્રજાજન ) મારફતે વચલો રસ્તો કાઢી આપવા પેટે શરૂઆત માં રૂ.૫૦,૦૦૦/- ની માંગણી કરી હતી. , રકઝક નાં અંતે રૂ.૨૫૦૦૦/- ની લાંચ ની માંગણી કરી હતી અને વાસીતળાવ પોલીસચોકી ની બાજુ માં આવેલ “ આશા ફર્નિચર “ ની દુકાને પૈસા આપી દેવાનું જણાવેલ હતું .
પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા , લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ, આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી આરીફ નિસારભાઇ જમાણી (પ્રજાજન )એ યોગેશ ભાઇ વલ્લભભાઇ ગાંઘી(પ્રજાજન ) ની ફર્નિચર ની દુકાને લાંચ નાં નાણાં આપવા જતાં આરોપી યોગેશે પોતાના ફોન થી આરોપી ASI અશોકભાઇ સાથે વાત કરી ફરીયાદી ને પણ વાત કરાવેલ અને આરોપી યોગેશનાં કહેવા થી આરોપી ભદ્રસિંહ ભૂપતસીંહ રાઠોડ , હોમગાર્ડ નાએ લાંચ નાણાં સ્વીકારતાં રંગેહાથ પકડાઇ ગયેલ છે , અને આરોપી ને તેમની નોકરી નાં સ્થળ “ અમાફ ઓઇલ મીલ “ માથી પકડવા માં આવેલ છે , તેમજ આરોપી ASI ચાલુ PSO ની ફરજ માંથી નાસી ગયો હતો.
આ પણ વાંચો: AMC ટીમ સાથે નિર્લિપ્ત રાય મનપસંદ જીમખાના પહોંચ્યા, એએમસીએ ગેરકાયદે બાંધકામ તોડ્યા
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલનો AMC માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2 માટે 1003 કરોડ કર્યા મંજૂર
આ પણ વાંચો: જન્મ મરણના સર્ટિફિકેટ મેળવવા થયા મોંઘા, રાજ્ય સરકારના આદેશ બાદ AMCએ કર્યો નિર્ણય