IPL 2025 : IPLની 18મી સીઝનની 9મી મેચમાં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે તેમના હોમ ગ્રાઉન્ડ પર મેદાનમાં ઉતરશે. આ મેચમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમના કેપ્ટન તરીકે પ્લેઈંગ 11માં પાછા ફરશે તે નિશ્ચિત છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 29 માર્ચે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે અમદાવાદ(Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ગુજરાત અને મુંબઈ બંને ટીમોને આ સિઝનની પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેઓ પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલવા માટે પોતાની પહેલી જીત પર નજર રાખશે.
અમદાવાદની પિચ બેટિંગ માટે ખૂબ જ યોગ્ય
ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની આ મેચ અમદાવાદ(Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાશે. જો આ સ્ટેડિયમની પિચની વાત કરીએ તો, અહીં બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં અત્યાર સુધી અહીં રમાયેલી 36 IPL મેચોમાં, પહેલા બેટિંગ કરનારી ટીમ 16 વખત જીતી છે, જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમ 20 વખત મેચ જીતવામાં સફળ રહી છે. આ સ્ટેડિયમમાં ટોસ જીતનાર ટીમ 17 વખત મેચ જીતવામાં સફળ રહી છે, જ્યારે ટોસ હારનાર ટીમ 19 વખત મેચ જીતવામાં સફળ રહી છે. અહીં જો આપણે IPLમાં સૌથી વધુ સ્કોર વિશે વાત કરીએ તો તે 243 રનનો છે. જો આપણે પ્રથમ ઇનિંગ્સના સરેરાશ સ્કોર વિશે વાત કરીએ તો તે 160 થી 170 રનની વચ્ચે જોવા મળ્યો છે.
કેપ્ટન શુભમન ગિલનું પ્રદર્શન
મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચમાં બધાની નજર ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ (Subhman Gill)ના પ્રદર્શન પર રહેશે, જેમાં તેણે અત્યાર સુધી IPLમાં મુંબઈ સામે 12 મેચ રમી છે અને તેમાં તે 36.67 ની સરેરાશથી 440 રન બનાવવામાં સફળ રહ્યો છે. ગિલે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે એક(1) સદી અને ત્રણ(3) અડધી સદી પણ ફટકારી છે, તેથી દરેક વ્યક્તિ તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે કારણ કે ગિલ પહેલી મેચમાં બેટથી સારું પ્રદર્શન કરી શક્યો ન હતો.
ગુજરાત ટાઇટન્સ (GT) સંભવિત પ્લેયિંગ 11 ટીમ
સંભવિત પ્લેઇંગ 11 : જોસ બટલર (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, શેરફેન રૂધરફોર્ડ, રાહુલ તેવતિયા, સાઇ કિશોર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
મુંબઈ ઈન્ડિયન્સ (MI) સંભવિત પ્લેઈંગ 11
સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા, વિલ જેક્સ, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ, વિગ્નેશ પુથુર
આ પણ વાંચો: RCB એ 17 વર્ષના દુકાળનો અંત લાવ્યો, CSK સામે ઐતિહાસિક જીત નોંધાવી
આ પણ વાંચો: KKR-LSG મેચની તારીખ બદલાઈ, BCCIએ અચાનક નિર્ણય લેવો પડ્યો; સમગ્ર બાબતને વિગતવાર જાણો
આ પણ વાંચો: લખનૌએ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું, માર્શ-પુરાણે ધમાલ મચાવી, શાર્દુલે 4 વિકેટ લીધી
