IPL 2026: મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) 223 રનના મુશ્કેલ ટાર્ગેટનો સફળ ચેઝ કરીને યાદગાર જીત નોંધાવી. પરંતુ મેચ બાદ રિયાન પરાગને લઈને ઉભા થયેલા વિવાદે આ જીતની ચમક ફીકી કરી દીધી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પરાગ ડ્રેસિંગ રૂમમાં યશસ્વી જાયસ્વાલ અને ધ્રુવ જુરેલની હાજરીમાં કથિત રીતે ઈ-વેપ ડિવાઈસનો ઉપયોગ કરતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે પરાગે આ પ્રવૃત્તિ છુપાવવાનો પ્રયાસ કર્યો, છતાં કેમેરામાં દ્રશ્યો કેદ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

IPLના શિસ્તભંગના નિયમો અનુસાર ડ્રેસિંગ રૂમ અથવા ડગઆઉટમાં સ્મોકિંગ અને વેપિંગ પર સખત પ્રતિબંધ છે. રિયાન પરાગનો વાયરલ વીડિયો સામે આવ્યા બાદ હવે મામલો BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા તપાસ થઈ શકે છે. અને જો નિયમભંગ સાબિત થાય તો પરાગને દંડ, સત્તાવાર ચેતવણી અથવા મેચ પ્રતિબંધ જેવી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકી છે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)
રાજસ્થાન રોયલ્સ માટે આ પ્રકારનો વિવાદ નવો નથી. અગાઉ ટીમ મેનેજર રોમી ભિંડરને ડગઆઉટમાં ફોનના ઉપયોગ બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. હવે રિયાન પરાગને લઈને સામે આવેલા નવા વિવાદે ટીમના અનુશાસન અને આંતરિક વ્યવસ્થા પર ફરી સવાલો ઊભા કર્યા છે.
