Anand News : આણંદ બોરસદની સરસ્વતી સ્કૂલ વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. શાળાના સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ અને વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાજેતરમાં શાળામાં ફી ન ભરવા બદલ એક બાળકીને વર્ગમાંથી બહાર કાઢી મૂકી છે. વાલીએ બાળકીની અડધી ફી ભરી દીધી હતી, પરંતુ બાકીની ફી ભરવામાં થોડો સમય લાગી શકે તેમ હોવાથી તેમણે શાળાના સંચાલકોને વિનંતી કરી હતી. જોકે, શાળાના સંચાલકોએ વાલીની વાત સાંભળ્યા વગર બાળકીને સ્કૂલના વર્ગમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
મળતી માહિતી અનુસાર, આણંદ બોરસદની સરસ્વતિ સ્કુલની દાદાગીરી વધુ એક વાર વિદ્યાર્થીઓ સાથે સ્કુલે ઓરમાયું વર્તન કર્યું છે. વાલીએ ફી ન ભરતા બાળકીને સ્કુલમાં ન મોકલવા જણાવ્યું. વાલી સાથે શિક્ષિકાએ કરેલ વાતચીતનો ઓડિયો સામે આવ્યો હતો. ફી ભરેલ ન બાળકોને વર્ગની બહાર બેસાડતા હોવાનો શિક્ષિકાનો એકરાર, અડધી શૈક્ષણિક ફી બાકી હોઈ સ્કુલ ન મોકલવા વાલીને જણાવતા સંચાલકો. વાલીએ ફેબ્રુઆરીના અંત સુધીમાં ફી ભરવાની આજીજી બાદ પણ સંચાલકો ન માન્યા હતા. અગાઉ પણ ફી ન ભરનાર બાળકોને લોબીમાં બેસાડતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરાઈ ન હતી.
આ ઘટના બાદ વાલી અને શાળાના શિક્ષિકા વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો સામે આવ્યો. જેમાં શિક્ષિકએ સ્વીકાર્યું છે કે જે બાળકોએ ફી ભરી નથી તેઓને વર્ગની બહાર બેસાડવામાં આવે છે. આ પહેલીવાર નથી જ્યારે સરસ્વતી સ્કૂલ વિવાદમાં આવી હોય. અગાઉ પણ ફી ન ભરનાર બાળકોને લોબીમાં બેસાડવાનો વીડિયો વાયરલ થયો હતો. જોકે, તે સમયે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. એવું લાગી રહ્યું છે કે રાજકીય પીઠબળ ધરાવતા શાળાના સંચાલકો સામે શિક્ષણ વિભાગ પણ લાચાર છે. જેના કારણે શાળાના સંચાલકો બેફામ બની રહ્યા છે અને નિયમોની ઐસીતૈસી કરી રહ્યા છે.
આ સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા સરસ્વતી સ્કૂલના MD સંજય શાહનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, સંજય શાહે મંતવ્ય ન્યૂઝ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું શિક્ષણ વિભાગ આવા બેફામ સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરશે ? કે પછી તેમની દાદાગીરી ચાલતી રહેશે ?
આ પણ વાંચો: સુરતમાં 12 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: સાબરકાંઠામાં શિક્ષકે બે કલાક સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, સ્થિતિ લથડતા કર્યું આવું…
આ પણ વાંચો: જસદણમાં દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, કૌટુંબિક ભાઈની ધરપકડ
