Rajkot News : રાજકોટ જિલ્લાના જસદણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કૌટુંબિક ભાઈએ પોતાની બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિત અનુસાર, રાજકોટમા જસદણમાં કૌટુંબિક ભાઈએ પોતાની બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે, પીડિતા અને આરોપી વચ્ચે મિત્રતા હતી અને તેઓ અવારનવાર ફરવા જતા હતા. આરોપીએ પીડિતાને ફોટો બતાવવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અલગ-અલગ જગ્યાએ લઈ જઈને પીડિતા સાથે દુષ્કર્મ કરતો હતો તેવો પણ આક્ષેપ છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પીડિતાને ન્યાય મળે તે માટે પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને પીડિતાને ન્યાય મળે તે માટે પ્રયત્નશીલ છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ રાજકોટમાં SOGના નામે GRDના પૂર્વ જવાને દુષ્કર્મ આચર્યુ. GRDના પૂર્વ જવાને ત્યકતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. લગ્નની લાલચ આપી હોટેલ અને ઘરે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યક્તાએ સંબંધો તોડતા ફોટો અને વિડીયો વાઇરલ કર્યા હતા. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આશિષ રાવલ નામના શખ્સ સામે ગુનો નોંધાયો હતો.
@ KARSAN BAMTA
આ પણ વાંચો: રાજકોટમાં ત્યક્તા પર દુષ્કર્મઃ ભૂતપૂર્વ એસઓજી જવાન પર આરોપ
આ પણ વાંચો: રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ચકચાર
આ પણ વાંચો: રાજકોટના જસદણમાં દુષ્કર્મની ફરિયાદ
