Gujarat Local Body Election 2026/ સોશિયલ મીડિયા પર જનતાનો પ્રહાર,“ગુજરાત બિહાર તરફ”

સોશિયલ મીડિયા (Social Media)હવે જનતા માટે સીધી પ્રતિક્રિયા આપવાનું શક્તિશાળી માધ્યમ બની ગયું છે

Gujarat
સોશિયલ મીડિયા(Social Media) પર પણ જનતાનો આક્રોશ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે.

Gujarat Local Body Election 2026/   સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય ગરમાવો હવે માત્ર શેરી-મહોલ્લા સુધી મર્યાદિત રહ્યો નથી, પરંતુ સોશિયલ મીડિયા(Social Media) પર પણ જનતાનો આક્રોશ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે નેતાઓ મંચ પરથી ભાષણ આપતા અને જનતા માત્ર તાળીઓ પાડી સમર્થન આપતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે—નેતાઓની દરેક પોસ્ટ નીચે વ્યંગ, ટિપ્પણીઓ અને કટાક્ષનો વરસાદ વરસી રહ્યો છે.

 તીખા કટાક્ષ સાથે જનતાનો રોષ

સોશિયલ મીડિયા (Social Media)હવે જનતા માટે સીધી પ્રતિક્રિયા આપવાનું શક્તિશાળી માધ્યમ બની ગયું છે. રાજકીય પક્ષો પ્રચાર માટે ઓનલાઇન પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે, પરંતુ ત્યાં પણ લોકો કટાક્ષભરી કોમેન્ટ્સ દ્વારા નેતાઓને ઘેરી રહ્યા છે. કેટલાક લોકો સીધી આક્રમક ભાષા વાપરે છે, તો ઘણા લોકો વ્યંગાત્મક રીતે નેતાઓની ખામીઓ પર નિશાન સાધી રહ્યા છે.

 “ચામડીના ડોક્ટર હશે…” જેવી ટિપ્પણીઓ વાયરલ

એક ડોક્ટર રાજકારણીએ પક્ષમાંથી રાજીનામું આપતા, તેની પોસ્ટ નીચે યુઝર્સે કટાક્ષ કર્યો—

“ચામડીના ડોક્ટર હશે, લોકોની જાડી ચામડી ઓળખી ગયા!”

તે જ રીતે, એક ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે પોસ્ટ મુકાતાં, કોમેન્ટમાં લખાયું—

“ધોરણ 10માં 7માંથી 6 વિષયમાં ફેલ, માત્ર પી.ટી.માં પાસ, તે પણ આચાર્ય ગુણથી!”

 “ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે” – ઉગ્ર પ્રતિક્રિયા

કેટલાક યુઝર્સે તો હાલની રાજકીય પરિસ્થિતિને લઈને ગંભીર ટિપ્પણીઓ પણ કરી—

“સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોતા લાગે છે ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે.”

લોકોનો આક્ષેપ છે કે ઘણા ઉમેદવારો દેશ સેવા નહીં, પણ વ્યક્તિગત લાભ માટે રાજકારણમાં પ્રવેશે છે.

દાન માગતા ઉમેદવાર પર મજાક

એક ઉમેદવારે સોશિયલ મીડિયા(Social Media) પર દાન માગ્યું તો લોકો એ પણ પાછળ પડ્યા—

  • “પહેલા જીતો પછી અમને કેટલા આપશો?”
  • “પાર્ટી પાસે ફંડ નથી, તો વચનો ક્યાંથી પૂરાં કરશો?”
  • “ગળાની સોનાની ચેઇન વેચી નાખો, પૈસા આવી જશે!”

આવી ટિપ્પણીઓ દર્શાવે છે કે જનતા હવે પ્રશ્નો પૂછે છે અને સરળતાથી વિશ્વાસ કરતી નથી.

 ફોર્મ પરત ખેંચનારા ઉમેદવારો પર વ્યંગ

ફોર્મ પાછું ખેંચનારા ઉમેદવારોને લઈને પણ સોશિયલ મીડિયા(Social media) પર મજાક ચાલી રહી છે—

  • “વાંદરાઓનો સ્વભાવ—કૂદાકૂદ!”
  • “ફોર્મ ખેંચાવીને ચૂંટણી જીતવાની નવી રીત!”
  • “ખર્ચ કરવો હોય તો વિરોધીને આપી દો!”

કેટલાક કેસોમાં તો દબાણ અને લાલચના આરોપો સાથે પણ ચર્ચાઓ ગરમાઈ રહી છે.

બદલાતું રાજકારણ: જનતા હવે સક્રિય

આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે હવે જનતા માત્ર વચનો પર વિશ્વાસ કરતી નથી, પરંતુ કામગીરીની માંગ કરે છે. સોશિયલ મીડિયા(Social Media) એ એક એવું મંચ બની ગયું છે જ્યાં કોઈ માઇક કે મંચની મર્યાદા નથી—લોકો ખુલીને પોતાના વિચારો વ્યક્ત કરે છે.

આ નવા ટ્રેન્ડને કારણે રાજકારણીઓ માટે પ્રચાર કરવો હવે વધુ પડકારજનક બની ગયો છે.


આ પણ વાંચો : કોંગ્રેસના શાસનમાં અમદાવાદ ‘લતીફ’નું, ભાજપના શાસનમાં અમદાવાદ અમદાવાદીઓનુઃ હર્ષ સંઘવી

આ પણ વાંચો : રાજકોટ વોર્ડ-6માં પક્ષપલટો કરનારા દેવુ જાદવ કોંગ્રેસમાંથી મેદાનમાં

આ પણ વાંચો : અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આ વખતે દક્ષિણ ઝોનમાં શાસક પક્ષ માટે કપરા ચઢાણ