Washington News : Donald Trumpએ અમેરિકા અને ઈરાન (Us-Iran)વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે શાંતિ મંત્રણા અંગે સકારાત્મક સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે શુક્રવાર સુધીમાં બંને દેશો વચ્ચે વાતચીત ફરી શરૂ થવા અંગે “સારા સમાચાર” મળી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે મધ્યસ્થીના પ્રયાસો તેજ બન્યા છે.
Islamabadમાં અમેરિકા અને ઈરાન(Us-Iran) વચ્ચે શાંતિ મંત્રણા યોજાઈ શકે છે
અહેવાલ મુજબ, Pakistanના સૂત્રોએ દાવો કર્યો છે કે આગામી દિવસોમાં Islamabadમાં અમેરિકા અને ઈરાન(Us-Iran) વચ્ચે શાંતિ મંત્રણા યોજાઈ શકે છે. જોકે, ઈરાન તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી અને તેઓ હજી વિચારણા કરી રહ્યા છે.

આ દરમિયાન, ટ્રમ્પે ઈરાનની અર્થવ્યવસ્થા અંગે મોટો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમેરિકાના દબાણ અને નાકાબંધીના કારણે ઈરાન આર્થિક રીતે ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. તેમના કહેવા મુજબ ઈરાનને દરરોજ આશરે 500 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે અને તે હોર્મુઝ જળમાર્ગ (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) તાત્કાલિક ખોલવા ઈચ્છે છે.
બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન Shehbaz Sharifએ યુદ્ધવિરામ લંબાવવાના નિર્ણયને સ્વાગત કર્યું છે. તેમણે ટ્રમ્પનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે પાકિસ્તાન શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રતિબદ્ધ છે અને ઇસ્લામાબાદમાં યોજાનારી મંત્રણા સફળ રહેશે તેવી આશા છે.
શરીફે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન(Us-Iran) વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે અને બંને દેશો વચ્ચે લાંબા ગાળાનો શાંતિ કરાર થાય તે માટે રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખશે. તેમણે આશા વ્યક્ત કરી કે બંને પક્ષો યુદ્ધવિરામનું પાલન કરશે અને આવનારી ચર્ચાઓ સંઘર્ષનો કાયમી ઉકેલ લાવવામાં મદદરૂપ થશે.
