Not Set/ દિવાળીનાં તહેવારોમાં ફટાકડાનો સમય નક્કી કરાયો,રાત્રે 8થી 10 વચ્ચે ફોડી શકાશે ફટાકડા

રાજ્યના 8 મહાનગરોના નાગરિકોને દિવાળી પર્વે રાજ્ય સરકારે નિયમોમાં મોટી રાહત આપી છે. અને રાત્રી કરફ્યૂના નિયમોમાં ફેરફાર કર્યો છે.

Top Stories Gujarat

દિવાળીના તહેવારો પૂર્વે રાજ્ય સરકારનું ફટાકડા અંગેનું જાહેરનામું આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાતે રાત્રે 8થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશે. નવા વર્ષે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે. ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ નાંખવામાં આવ્યો છે. લાયસન્સ ધારક વેપારીઓજ વેચાણ ફટાકડાનું વેચાણ કરી શકશે. જાહેર સ્થળો પર ફટાકડા ફોડી શકાશે નહીં.

રાજ્યના 8 મહાનગરોના નાગરિકોને દિવાળી પર્વે રાજ્ય સરકારે નિયમોમાં મોટી રાહત આપી છે. અને રાત્રી કરફ્યૂના નિયમોમાં ફેરફાર કર્યો છે. રાજ્યના 8 મહાનગરોમાં હવે રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જ કરફ્યૂ રહેશે. એટલે કે દિવાળી, બેસતુ વર્ષ અને છઠ્ઠ પૂજા જેવા કાર્યક્રમોની નાગરિકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકશે. પ્રતિબંધોમાં છૂટછાટ સાથે સિનેમાગૃહો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. તો સ્નેહમિલન કાર્યક્રમોમાં પણ 400 લોકોને એકઠાં થવાની છૂટ આપવામાં આવી છે.

સરકારે જાહેર કરેલી રાહતની વાત કરીએ તો, દુકાન, લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ, બ્યુટિ પાર્લર હવે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જોકે સ્પા સેન્ટરના સંચાલકો અને કર્મચારીઓને ફરજીયાત રસીકરણ સાથે સવારના 9થી રાત્રીના 9 વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે. તો હોટલ કે રેસ્ટોરન્ટ SOPના પાલન સાથે 75 ટકા ક્ષમતા સાથે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શખાશે. મહત્વપૂર્ણ છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છૂટછાટ 30 નવેમ્બર સુધી અમલી રહેશે.