Not Set/ અમદાવાદ/ બોપલમાં મહિલા અકસ્માત કરી થઇ ફરાર, પૂર્વ DGPના સંબંધી હોવાથી નથી નોંધાઈ ફરિયાદ

અમદાવાદના બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રન નો બનાવ સામે આવ્યો છે.જેમાં અકસ્માત કરનાર વાહન ચાલક મહિલા પૂર્વ DGP એસ.કે ખંડવાવાલાના સંબંધી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ આ મહિલા સ્થળ પર ગાડી છોડીને ફરાર થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર બોપોલ વિસ્તારમાં BMW ગાડી બલેનો કાર વચ્ચે  અકસ્માત સર્જાયો છે. આ બનાવ ગત રોજના બન્યો હોવા […]

Ahmedabad Gujarat

અમદાવાદના બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રન નો બનાવ સામે આવ્યો છે.જેમાં અકસ્માત કરનાર વાહન ચાલક મહિલા પૂર્વ DGP એસ.કે ખંડવાવાલાના સંબંધી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ આ મહિલા સ્થળ પર ગાડી છોડીને ફરાર થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર બોપોલ વિસ્તારમાં BMW ગાડી બલેનો કાર વચ્ચે  અકસ્માત સર્જાયો છે. આ બનાવ ગત રોજના બન્યો હોવા છતાં હજુ ફરિયાદ નોંધાઈ નથી.

આ મામલે ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે  પૂર્વ ડીજીપીના સંબંધીની ગાડી હોવાથી હજુ સુધી પોલીસ તેમની ફરિયાદ નોંધી રહ્યું નથી. ફરિયાદી છેલ્લા કેટલાક કલાકોથી અકસ્માત સ્થળ પર પોલીસને ફરિયાદ નોંધવા માટે આજીજી કરી રહ્યો હતો.તેમ છતાં પોલીસ ફરિયાદીની વાતને ધ્યાન પર લઈ રહી નહતી.

જેથી આખરે આ સમગ્ર મામલો મીડિયા સુધી પહોંચતા ફરિયાદી પૂર્વ ડીજીપી ખંડવાવાલાના સંબંધીની ગાડી હોવાના આરોપ મીડિયા સમક્ષ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.