Ahmedabad News:અમદાવાદમાં ફરી એકવાર લંપટ શિક્ષકના કાળા કારસ્તાન સામે આવ્યા છે.એક તરફ શિક્ષકોને લોકો આદરણીય માને છે તો બીજી તરફ ઘણા શિક્ષકો શિક્ષણ જગતને શર્મસાર કરી રહ્યા છે.ત્યારે એક લંપટ પ્રિન્સિપાલે (Principal) નડિયાદથી પોતાના બે બાળકો માટે LC મેળવવા આવેલી માતાને અમદાવાદના હાથીજણની એક હોટલમાં બોલાવવાની ઘટના સામે આવી છે.
માહિતી અનુસાર એક 37 વર્ષીય મહિલાના બે બાળકો નડિયાદ વિસ્તારની એક શાળામાં ભણતા હતા. તેને પોતાના બાળકોની શાળા બદલવાની હોવાથી તેને બંને બાળકો માટે LC માટે અરજી કરી હતી. અરજી કર્યા પછી, જ્યારે તે શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કિરીટસિંહ ઝાલાને મળી ત્યારે લંપટ પ્રિન્સિપાલે (Principal) તેને કહ્યું કે તેને તેના બાળકોના LC લેવા માટે હોટેલમાં આવવું પડશે.

પ્રિન્સિપાલ (Principal)ની LC બુક હોટલના રૂમમાંથી મળી આવી
પ્રિન્સિપાલના કહ્યા અનુસાર મહિલા અમદાવાદના હાથીજણ સર્કલ નજીક આવેલી રોયલ ઇન હોટેલમાં પહોંચી હતી. જ્યાં પ્રિન્સિપાલ પહેલાથી જ રૂમ નંબર 304 માં હાજર હતો.મહિલાના પહોચતાની સાથે જ થોડીવારમાં જ તેના પરિવારના સભ્યો પણ ત્યાં પહોંચી ગયા હતા જેના કારણે ત્યાં હોબાળો મચી ગયો હતો. આ જોઈને ગભરાઈને પ્રિન્સિપાલ પોતાનો ચેહરો સંતાડવા લાગ્યો હતો. આ બનાવ દરમિયાન પ્રિન્સિપાલની LC બુક પણ હોટલના રૂમમાંથી મળી આવી હતી.

આ સમગ્ર ઘટના બાદ મહિલાએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આચાર્ય કિરીટસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે પ્રિન્સિપાલને નોટિસ ફટકારી છે, જેમાં તેને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપવામાં આપ્યો છે.પીડિતા અનુસાર તેને તેના બાળકોને એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફર કરવા હતા, તેથી તેને LC માટે પ્રિન્સિપાલને વિનંતી કરી હતી. પ્રિન્સિપાલે (Principal) તેને આપવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં ખોટા વોટ્સએપ મેસેજ મોકલ્યા હતા.
આ પણ વાંચો:શિક્ષક બન્યો હેવાન, શિક્ષણ જગત શર્મસાર,મહેસાણાની ઉતકર્ષ વિદ્યાલયમાં બની ચકચારી ઘટના
આ પણ વાંચો:અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના,ગજેરા સંકુલ વિવાદમાં નિયામક ગીરીશ ભીમાણીની હકાલપટ્ટી
