સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ભારતમાં કોરોનાનો ગ્રાફ ધીમે ધીમે ઘટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં 12,885 નવા કેસ નોંધાયા છે. વળી, કોરોનાને કારણે 461 લોકોનાં મોત થયા છે.
આ પણ વાંચો – OMG! / ઓનલાઇન ક્લાસ દરમિયાન પ્રોફેસર હતા બાથરૂમમાં, કેમેરો બંધ કરવાનું ભૂલ્યા અને પછી…
આ સાથે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 3,43,21,025 થઈ ગઈ છે. જેમાંથી 4,59,652 લોકોએ જીવ ગુમાવ્યા છે. સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,48,579 થઈ ગઈ છે. કોરોના વાયરસનાં સંક્રમણને હરાવીને સાજા થનારા લોકોની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 15,054 દર્દીઓ સાજા થયા છે. આ સાથે, રોગચાળાને હરાવીને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 3,37,12,794 થઈ ગઈ છે. દેશનો રિકવરી રેટ 98.22 ટકા છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 10,67,914 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશમાં લગભગ 61.23 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
India reports 12,885 new #COVID19 cases, 15,054 recoveries and 461 deaths in the last 24 hours.
Total vaccination 1,07,63,14,440 (30,90,920 in last 24 hours) pic.twitter.com/B6zvN70AlV
— ANI (@ANI) November 4, 2021
આ પણ વાંચો – આસામ / બુરખાની જગ્યાએ જીન્સ પહેરીને આવેલી યુવતીને દુકાનદારે બહાર કાઢી મુકી અને પછી જે થયુ…
જો આપણે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો પર નજર કરીએ, તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 66,14,158 લોકો સંક્રમિત જોવા મળ્યા છે અને 1,40,313 લોકોનાં મોત થયા છે. બીજા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય કેરળમાં અત્યાર સુધીમાં 49,87,710 લોકો સંક્રમિત જોવા મળ્યા છે અને 32,598 લોકોનાં મોત થયા છે. તેવી જ રીતે, 29,89,014 કેસ અને 38,091 મૃત્યુ સાથે કર્ણાટક અને 27,05,548 કેસ અને 36,176 મૃત્યુ સાથે તમિલનાડુ આગામી બે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો છે. સરકારે ચેતવણી જારી કરી છે કે કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે લોકોએ ડિસેમ્બર સુધી ખાસ સાવચેતી રાખવી પડશે.
