Not Set/ દાહોદમાં ફરી દિપડાએ બાળકીને ફાડીખાધી, ઉપરાછાપરી બીજી ઘટનાથી પંથકમાં ભયનો માહોલ

ગુજરાતમાં ફરી એક વખત દિપડાનો આંતક વધી રહ્યો હોય તેવું જોવામાં આવી રહ્યો છે. જી હા બે દિવસ પહેલા ગુજરાતનાં બે અલગ અલગ વિસ્તારોમાં દિપડો ગામ કે ઘરમાં ધૂસી જવાની અને દિપડા દ્રારા હુમલો કરી લોકોને ઉજાગ્રસ્ત કરવાની ઘટના સામે આવી હતી. જી હા, ગુજરાતનાં ધાનપુર તાલુકામાં અને ગીર ગઢડા તાલુકામાંથી આવી જ દિપડાનાં આતંકની ઘટનાઓ સામે […]

Gujarat Others

ગુજરાતમાં ફરી એક વખત દિપડાનો આંતક વધી રહ્યો હોય તેવું જોવામાં આવી રહ્યો છે. જી હા બે દિવસ પહેલા ગુજરાતનાં બે અલગ અલગ વિસ્તારોમાં દિપડો ગામ કે ઘરમાં ધૂસી જવાની અને દિપડા દ્રારા હુમલો કરી લોકોને ઉજાગ્રસ્ત કરવાની ઘટના સામે આવી હતી. જી હા, ગુજરાતનાં ધાનપુર તાલુકામાં અને ગીર ગઢડા તાલુકામાંથી આવી જ દિપડાનાં આતંકની ઘટનાઓ સામે આવી હતી. તો આજે ફરી દાહોદમાંથી દિપડાનાં આતંકની ઘટના સામે આવી છે. 

જી હા, ફરીથી આજે ઘાનપુર – દાહોદમાં દિપડાનો આતંક યથાવત રીતે સામે આવ્યો છે. દાહોદમાં દિપડા દ્વારા એક 7 વર્ષની બાળકીને ફાડી ખાધી હોવાની ઘટના પ્રકાસમાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે.  ધાનપુરના શણગાસર ગામની ઘટનામાં સવારે જંગલમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. દિપડા દ્વારા બાળકીને ફાડી ખાધાની ઉપરાછાપરી ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે. વનવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને માણસભક્ષી દિપડાને પાંજરે પુરવાની પ્રક્રિયા શરુ કરી છે. 

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે પણ ધાનપુર તાલુકાના જ કાંટુ ગામે એક દીપડાએ  7 વર્ષીય બાળકી પર હુમલો કરી ફાળી ખાતા મોત નિપજ્યાની ધટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. વિદિત વિગતો મુજબ તા.7.8.20 ના રોજ સાંજે 7.00  વાગ્યાના સમયે ધાનપુર તાલુકાના કાંટુ ગામ કે જે ફોરેસ્ટની વાસીયા ડુંગરી રેન્જમાં પડે છે, ત્યાંનાં એક ઘરની બહાર દીપડો સંતાઈ રહેલો હતો. તેવા સમય ઘરમાં રહેલીમ માત્ર 7 વર્ષીય બાળકી રમતા રમતા અચાનક ઘરની બહાર આવી જતા બાળકી પર દીપડાએ હુમલો કરી ગળાના ભાગેથી પકડી 500 મીટર સુધી જંગલમાં ઘસડી લઈ ગયો હતો. પરિવારના લોકોએ વન વિભાગને  જાણ કરતા વન વિભાગની ટિમ સ્થળ પર જઈ બાળકીને તાત્કાલિક સારવાર માટે સરકારી વાહનમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધાનપુર લઈ ગઈ હતી, પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોકટરે બાળકીને  મૃત ઘોષિત કરી હતી. બાળકી મૃત્યુ પામતા પરિવારના લોકો સહિત સમગ્ર વિસ્તારમા શોક નું મોજું ફરીવાળ્યું હતું. ત્યારે આવી જ ઘટના ફરી બનતા લોકો ભયભીત જોવા્માં આવી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews