Vadodara News/ વડોદરામાં મોડી રાત્રે થાર કાર ચાલકે સર્જ્યો અકસ્માત, યુવાનનું ઘટનાસ્થળે મોત

વડોદરાના અક્ષર ચોક–સન ફાર્મા રોડ પર થાર કારની ટક્કર (Car Accident) થી યુવાનનું મોત. અટલાદરા પોલીસ સ્ટેશન તપાસમાં, મહિલા ચાલક કસ્ટડીમાં.

Top Stories Gujarat Vadodara Breaking News
Car Accident

Vadodara News:વડોદરામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી  છે. શહેરના પશ્ચિમ ભાગમાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત (Car Accident) થયો હતો, જેમાં એક ફૂલ સ્પીડમાં આવતી થાર કારથી મહિલા ચાલકે એક યુવાનને ટક્કર મારી હતી આ ટક્કર એટલી ગંભીર હતી કે  યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અહેવાલો અનુસાર, આ અકસ્માત અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જતા રસ્તા પર થયો હતો. 13 ફેબ્રુઆરીની મોડી રાત્રે, અભિષેક મોરે નામનો એક યુવાન પોતાની એક્ટિવા લઈ જઈ રહ્યો હતો આ દરમિયાન લગ્નમાંથી આવી રહેલી ઋષિકાબેન સરનાની નામની એક મહિલા ફૂલ સ્પીડમાં થાર કાર લઈને આવી રહી હતી. તે સમયે અચાનક મહિલાએ કાર પરનો કાબુ ગુમાવ્યો  હતો. અને અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ગંભીર ઈજાઓને કારણે અભિષેક મોરેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત (Car Accident) સર્જાતા નજીકમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

અકસ્માત (Car Accident)માં એક્ટિવા ચાલકનું મોત 

ઘટનાની માહિતી મળતાં જ અટલાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતક અભિષેકના મૃતદેહનો કબજો લઈ અને તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરેએ થાર ચાલક મહિલા વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી મહિલા ઋષિકા સરનાનીને કસ્ટડીમાં લીધી છે અને તપાસ કરી રહી છે.

માહિતી અનુસાર મૃતક યુવક ફૂડ ડિલિવરી મેન તરીકે કામ કરતો હતો. મોરે પરિવાર તેમના નાના પુત્રના અચાનક મૃત્યુના સમાચારથી ખૂબ જ આઘાતમાં છે. વડોદરામાં રાત્રે યુવાનો દ્વારા વધતા જોખમી ડ્રાઇવિંગ અંગે સ્થાનિક લોકોમાં ગુસ્સો સ્વાભાવિક છે. હાલમાં, પોલીસે અકસ્માત (Car Accident)નો કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચોઃવડોદરામાં દિલધડક અકસ્માત, 20 વર્ષીય યુવક મોતના મુખેથી પરત

આ પણ વાંચોઃવડોદરા એરપોર્ટ સર્કલ પાસે ભયાનક અકસ્માત, એક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચોઃવડોદરામાં વધુ એક અકસ્માત સર્જાયો, દિવાળીપુરા કોર્ટ રોડ પર એક્ટિવા ચાલકનું મોત