Surat News/ સુરતમાં ડ્રગ્સના કારણે યુવકનું મોત નિપજ્યું, પરિવારે મૂક્યો પોલીસ પર ગંભીર આરોપ

મૃતક પહેલા દારૂનો નશો કરતો હતો. 

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત(Surat)માં ડ્રગ્સ(Drugs)ના કારણે પરણિત યુવકનું મોત નિપજ્યું છે. સુરતના ઉન (Una) વિસ્તારમાં રહેતો યુવક દારૂની લત છોડી ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. ડ્રગ્સના ઓવરડોઝના કારણે પરિણીત યુવકનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી સાચું કારણ જાણવા તપાસ આગળ વધારી છે.

સુરત શહેરના ઉન વિસ્તારમાં યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. એક તરફ “SAY NO TO DRUGS”નું પોલીસ અભિયાન ચાલી રહ્યું છે, તો બીજી બાજુ ઉના વિસ્તારમાં ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થતો હોવાનો પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. મૃતકનું મોત થયાનું કારણ પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો ઓવરડોઝ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક પહેલા દારૂનો નશો કરતો હતો.

બાદમાં દારૂ(Liquor)ની લત છોડવા ડ્રગ્સના રવાડે ચડ્યો હતો. છેલ્લા 25 દિવસથી યુવક MD ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાનો પરિવારની પૂછપરછ કરાતા પોલીસને જાણવા મળ્યું છે. ડ્રગ્સના ઓવરડોઝના કારણે પ્રથમ બ્રેન ડેડ થયો હતો ત્યારે આજે સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં બોપલની યુવતીની પજવણી કરનારો હરામખોર સાહિલ પકડાયો

આ પણ વાંચો:મહિલા કોન્સ્ટેબલની પજવણી કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

આ પણ વાંચો:ગીરના સિંહોની પજવણીનો વીડિયો વાયલર કરનારની થઇ ધરપકડ