Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Technology/ ભારતમાં WhatsAppની મોટી કાર્યવાહી, એક ઝાટકે 75 લાખથી વધુ એકાઉન્ટ બંધ કર્યા

ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હવે WhatsApp એવા એકાઉન્ટ્સ પર પણ નજર રાખે છે જે ગાઈડલાઈન્સની વિરુદ્ધ કામ કરે છે.

December 4, 2023Vijay Sagathiya
Top Stories Tech & Auto

આજના સમયમાં જેમના હાથમાં સ્માર્ટફોન છે, તે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો WhatsApp દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. કંપની સમય સમય પર તેના યુઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ લાવતી રહે છે, તે સમયે સમયે કડક પગલાં પણ લે છે. તાજેતરમાં કંપનીએ ભારતમાં કેટલાક લાખ ખાતાઓ સામે કડક કાર્યવાહી કરી છે. WhatsAppએ ભારતમાં લગભગ 75,48,000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.

રિપોર્ટ અનુસાર, Metaની માલિકીની આ લોકપ્રિય એપએ નવા IT કાયદા હેઠળ લાખો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનું આ પગલું ભર્યું છે. મેટા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે ભારતમાં લગભગ 75 લાખ 48 હજાર વોટ્સએપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

WhatsApp એવા એકાઉન્ટ્સ પર કડક નજર રાખે છે જે નિયમોની વિરુદ્ધ પ્લેટફોર્મ પર કામ કરે છે. કંપનીએ કહ્યું કે તેને ઓક્ટોબર 2023માં લગભગ 9,063 ફરિયાદો મળી છે. હવે વ્હોટ્સએપે ગોપનીયતા અને નીતિના ઉલ્લંઘનને લઈને લાખો એકાઉન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ WhatsApp દ્વારા પોલિસીનું ઉલ્લંઘન કરતા એકાઉન્ટ્સ પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં લગભગ 71.1 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. WhatsApp હાલમાં તેના યુઝર્સની ગતિવિધિઓ પર કડક નજર રાખી રહ્યું છે.


આ પણ વાંચો: મિઝોરમની 40 બેઠકો પર મતગણતરી શરૂ..

આ પણ વાંચો: આજથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, આ બિલને પાસ કરાવવો પડકાર

આ પણ વાંચો: રાજસ્થાનમાં ભાજપને 115 બેઠક સાથે બહુમત, કોંગ્રેસે માત્ર 69 બેઠક મેળવી

Post navigation

ભાજપની જીતની શેરબજાર પર અસર, વિસ્ફોટક શરૂઆત સાથે સેન્સેક્સ 950 પોઈન્ટ અને નિફ્ટી 330 પોઈન્ટ વધારા સાથે ખુલ્યો
માઉન્ટ મેરાપી જ્વાળામુખી વિસ્ફોટ, 11 પર્વતારોહકોના મોત

More Posts

બ્રિટન/ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર બ્રિટનની રાણી એલિઝાબેથે સેન્ડલ ઉતારી દીધા હતા

September 9, 2022mustak malik

Not Set/ PM મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બિડેન 11 એપ્રિલે વર્ચ્યુઅલ બેઠક કરશે,યુક્રેન સહિત અનેક મુદ્દા પર થશે ચર્ચા

April 10, 2022garima rao
આગ

Maharashtra/ છત્રપતિ સંભાજીનગરની ફેક્ટરીમાં લાગી આગ, દાઝી જવાથી છ લોકોના મોત

December 31, 2023khusbu pandya

Strike/ ખાનગીકરણનો કર્યો વિરોધ બેંક, LIC, પોસ્ટ સહિત લાખો કર્મીઓની આજે હડતાલ

November 26, 2020Bhavesh Vyas
પ્રેમલગ્નો માટે સરકાર લાવસે નવો નિયમ

Gandhinagar News/ પ્રેમલગ્નો મુદ્દે હવે સમાજની સાથે-સાથે સરકારની પણ લાલ આંખ, નવો કાયદો બની શકે

December 9, 2025December 9, 2025jani

America/ શું ટ્રમ્પ માટે હજી પણ રાષ્ટ્રપતિ બનવું ખરેખર શક્ય છે?

November 17, 2020November 17, 2020padma prajay

MAMTA BENARJI/ મમતા બેનર્જીએ ડેપ્યુટી સ્પીકર પદ માટે અયોધ્યા સાંસદનું નામ સૂચવ્યું!

June 30, 2024June 30, 2024Nikunj Patel

Breaking News/ ચંદીગઢના મેયર બનશે AAP ઉમેદવાર કુલદીપ કુમાર, સુપ્રીમ કોર્ટે જાહેર કર્યા વિજેતા

February 20, 2024Maya Sindhav

ચૂંટણી/ પાંચ રાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ કેજરીવાલે ડોર ટુ ડોર કેમ્પઇન શરૂ કર્યુ

January 9, 2022garima rao

New Delhi News/ દારૂમાં ડૂબેલા અરવિંદ કેજરીવાલ, ચૂંટણી પરિણામો પર અણ્ણાના નિવેદનથી મચ્યો હોબાળો  

February 8, 2025February 8, 2025Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy