ચોમાસાના પ્રારંભમાં જ અમદાવાદ AMC-Rain પાણી-પાણી થઈ ગયુ છે. મેઘરાજાએ મહેરબાનીમાં કશું બાકી રાખ્યું નહીં તો કોર્પોરેશનની કામગીરીએ લોકોને વીતાડવામાં કશું બાકી રાખ્યું નહી. દર વખતની જેમ આ વખતે પણ પ્રી-મોનસૂન કામગીરી પહેલા વરસાદે જ ધોઈ નાખી હતી. કરોડોના ખર્ચા પછી પણ શહેરીજનોએ ઘૂંટણસમા પાણીમાં ચાલવાનો વારો આવ્યો હતો.
એએમસીના પ્રિમોન્સુન એક્શન પ્લાનનો AMC-Rain ફિયાસ્કો થઈ ગયો છે અને મ્યુનિ. તંત્રના દાવા પોકળ પુરવાર થયા છે. ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, કેચપીટો, વગેરેની સફાઈ અને ડીશિલ્ટીંગ પાછળ કરાયેલો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે. વરસાદમાં 61 જગ્યાઓ પર પાણી ભરાયા હતા. જેમાં ઉતર્રઝોનમાં 26, મધ્યઝોનમાં 3, પૂર્વમાં 20, પશ્ચિમમાં 9, ઉત્તર પશ્ચિમમાં 3 જગ્યાઓ પર પાણી ભરાયા હતા.
અમદાવાદમાં બુધવારે વિરામ લીધા પછી ગુરૂવારે AMC-Rain મેઘરાજાએ શહેરને ઘમરોળી નાંખ્યું હતું. પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરના તમામ વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદી તૂટી પડયો હતો અને મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણ સુધીના પાણી ભરાવાને કારણે શહેરીજનો અને વાહનચાલકોને ભારે હાલાકીમાં મૂકાયા હતા.
શહેરના કોતરપુરમાં સૌથી વધુ 10 ઈંચથી વધુ, ચાંદખેડામાં 9.50 ઈંચ, જોધપુરમાં 9.3 ઈંચ, વટવામાં સવા 8 ઈંચ, ઓઢવમાં 8 ઈંચ, ઉસ્માનપુરામાં સવા 8 ઈંચ, નરોડામાં 8 ઈંચથી વધુ સહિત વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે નાના અને મુખ્ય રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા.

એક જગ્યા પર ઝાડ પાડવાની પણ ઘટના સામે AMC-Rain આવી હતી. ચોમાસાની શરૂઆતમાં જ શહેરીજનોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હજુ તો આખું ચોમાસું બાકી છે. વાસણા બેરેજના 2 દરવાજા ખોલીને 2500 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં 530 ક્યુસેક પાણી કેનાલ અને બાકીનું પાણી સાબરમતી નદીમાં છોડવામા આવ્યું હતું.
શહેરમાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યાઓ ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારોમાં વધુ વરસાદ પડતાં ઢીંચણથી કમર સુધી પાણી ભરાતા લોકોને પારાવાર AMC-Rain હાલાકીનો સામનો કરવો પડયો હતો. સ્થાનિકો દ્વારા કોર્પોરેશન કંટ્રોલરૂમમાં ફ્રિયાદ કરતા ડી વોટરિંગ પંપ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણીનો નિકાલ કરવા માટે કેચપીટના ઢાંકણા ખોલી નાખવા પડયા હતા .અધિકારીઓની નબળી કામગીરીથી કમિશનર એક તરફ્ નારાજ થઈ રહ્યા છે ત્યારે આજે વરસાદને ધ્યાનમાં રાખીને કમિશનર દ્વારા અધિકારીઓ સાથે મિટિંગ પર મિટિંગ બોલાવી અને જોનમાં કામગીરી પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
સવારથી અવિરત વરસાદ પડતાં AMC-Rain પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં કમિશનર એમ થેન્નારાસન અને સ્ટેન્ડિંગ ચેરમેન અને વોટર કમિટીના ચેરમેનપાલડીના કંટ્રોલ રૂમમાં દોડી આવ્યા હતા અને જ્યાં જ્યાં પણ પાણી ભરાયા છે ત્યાંનો તાગ મેળવો હતો. કમિશનર દ્વારા ઝોનલ અને એડિશન અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જ્યાં પણ પાણી ભરાયા છે ત્યાં તાકીદમાં પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Rain/ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, જૂનાગઢમાં 3 કલાકમાં જ 6 ઇંચ વરસાદ
આ પણ વાંચોઃ New Investments/સાણંદમાં સ્થપાશે વધુ એક ફેક્ટરીઃ આ કંપની કરશે બે હજાર કરોડનું રોકાણ
આ પણ વાંચોઃ અમદાવાદ/મણિનગરમાં સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી, જીવના જોખમે ફાયર વિભાગે 30 લોકોનું કર્યું રેસ્ક્યુ
આ પણ વાંચોઃ MOU/ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU થયા
આ પણ વાંચોઃ Surat Rain/સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં
