અમદાવાદ/ મણિનગરમાં સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી, જીવના જોખમે ફાયર વિભાગે 30 લોકોનું કર્યું રેસ્ક્યુ

મણીનગર સ્થિત ઉત્તમ નગરમાં 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. ફાયર વિભાગે 30 લોકોના રેસ્ક્યુ કર્યું હતું.

Top Stories Ahmedabad Gujarat
Untitled 166 મણિનગરમાં સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી, જીવના જોખમે ફાયર વિભાગે 30 લોકોનું કર્યું રેસ્ક્યુ

રાજ્યમાં છવાયેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે.ત્યારે આવામાં મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂના સ્લમ ક્વાટર્સની બ્લોકની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. સૌથી પહેલા એક નાનકડો ભાગ પડ્યો હતો. જો કે, લોકોએ તેના ઉપર ધ્યાન આપ્યું ન હતું. ત્યારબાદ આખી ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

Untitled 166 2 મણિનગરમાં સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી, જીવના જોખમે ફાયર વિભાગે 30 લોકોનું કર્યું રેસ્ક્યુ

મળતી માહિતી અનુસાર, મણિનગરના ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલી સવારે ધરાશાયી થયો હતો. ઉત્તમ નગર ક્વાટર્સમાં કુલ આઠ બ્લોક આવેલા છે અને 256 મકાનોમાં કુલ 1500 જેટલા લોકો રહે છે. સવારે સાત વાગ્યાની આસપાસ ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડતા બંન્ને મકાનને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે છ બાળકો સહિત કુલ 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Untitled 166 1 મણિનગરમાં સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી, જીવના જોખમે ફાયર વિભાગે 30 લોકોનું કર્યું રેસ્ક્યુ

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બીજા અને ત્રીજા માળે રહેતા રહીશોને પાછળના ભાગે બારીનો ભાગ તોડી ઘરોમાંથી બહાર રેસ્ક્યૂ કર્યા હતા. નાનાં બાળકો અને વૃદ્ધો સહિત કુલ 30 જેટલા લોકોને સીડી વડે ફાયરબ્રિગેડ ટીમ અને પોલીસની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

18 1688016121 મણિનગરમાં સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી, જીવના જોખમે ફાયર વિભાગે 30 લોકોનું કર્યું રેસ્ક્યુ

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે. આ સાથે જ કાલપુર, રાયપુર, દરિયાપુર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે શાહપુર, ખાનપુર, સારંગપુરમાં વરસાદ પડ્યો છે. આ વિસ્તારોમાં સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. આ સાથે જ આવન જાવનમાં પણ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે.

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે રહેશે વરસાદ, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો

આ પણ વાંચો:સુરતમાં 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજ દોઢ મહિનામાં જ બેસી ગયો,બ્રિજ સેલની પોલ ખોલી દીધી

આ પણ વાંચો:સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં

આ પણ વાંચો:ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ

આ પણ વાંચો:વિજય રૂપાણી અને નીતિન પટેલ જઈ શકે છે રાજ્યસભા, જયશંકરને ગુજરાતમાંથી વધુ એક તક