Rain Update/ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે.અમદાવાદના અનેક  વિસ્તારમાં વરસાદ વરસવાનો શરૂ થયો છે.વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 165 ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી

અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદનું આગમન થયું હતું, અનેક વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વિજય ચાર રસ્તા, પકવાન, ઘાટલોડિયા, કુબેરંનગર, નરોડામાં વરસાદનું આગમન થયું હતું, ધોધમાર વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા, હતા, એરપોર્ટ સર્કલ પર વરસાદી પાણી  ભરાયા હતા.

તો બીજી બાજુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે.અમદાવાદના અનેક  વિસ્તારમાં વરસાદ વરસવાનો શરૂ થયો છે.વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નરોડા, નવા નરોડા, નિકોલ, કૃષ્ણનગર, સૈજપુર, મેમ્કો, શિવરંજની, શ્યામલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, SG હાઈવે, નહેરુનગર, જીવરાજપાર્ક, બોપલ, ઘુમામાં વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.

એસજી હાઈવે પર સોલા, ગોતા, સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ પડતાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેવાની આગાહી છે.

રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના આગમન સાથે જ વરસાદની શરૂઆત રાજ્યના વિવિધ ભાગોમાં થઈ ગઈ છે. હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં મેઘ મહેરની શક્યતાઓ જોવા મળી રહી છે. આ સાથે રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે રહેશે વરસાદ, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો

આ પણ વાંચો:સુરતમાં 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજ દોઢ મહિનામાં જ બેસી ગયો,બ્રિજ સેલની પોલ ખોલી દીધી

આ પણ વાંચો:સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં

આ પણ વાંચો:ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ

આ પણ વાંચો:વિજય રૂપાણી અને નીતિન પટેલ જઈ શકે છે રાજ્યસભા, જયશંકરને ગુજરાતમાંથી વધુ એક તક