Crime/ ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખની પુત્રવધુ પોતાના ફ્લેટમાં ૧૪ મહિલાઓ સાથે જુગાર રમતી ઝડપાઈ

ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખની પુત્રવધુ પોતાના ફ્લેટમાં ૧૪ મહિલાઓ સાથે જુગાર રમતી ઝડપાઈ

Top Stories Gujarat Others
corona ૧૧૧૧ 9 ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખની પુત્રવધુ પોતાના ફ્લેટમાં ૧૪ મહિલાઓ સાથે જુગાર રમતી ઝડપાઈ

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર 

જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં એલસીબી પોલીસે પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખના પુત્રવધુ પોતાના ફ્લેટમાં ૧૪ મહિલાઓ સાથે જુગાર રમતી પકડી પાડી છે. પોલીસે પોણા બે લાખના મુદ્દામાલ સાથે આરોપી મહિલાઓ સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જામનગરમાં હાથી કોલોની શેરી નંબર -૧ ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૨ ના ફ્લેટમાં રહેતી પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલના પુત્રવધુ દિવ્યાબેન હીતેશભાઇ કોરડીયાના ફ્લેટમાં જુગાર રમતો હોવાની એલસીબીને ચોક્કસ હકીકત મળી હતી. જેને લઈને એલસીબીએ દરોડો પાડ્યો હતો. જેમાં ફ્લેટમાં જુગાર રમતી દિવ્યાબેન કોરડીયા અને અન્ય મહિલાઓ નિતાબેન ભરતભાઇ મગનભાઇ જોષી, મોતીબેન દયાળભાઇ પરસોતમભાઇ પટેલ, કારીબેન માલદેભાઇ કેશુરભાઇ ચાવડા, ડિમ્પલબેન કપીલભાઇ નટુભાઇ ગઢીયા, મનહરબા પ્રવિણસિંહ ચનુભા વાળા, પુષ્પાબેન મનીષભાઇ ઉકાભાઇ ચાવડા, જયદીપાબેન વિજયભાઇ બટુકગીરી ગોસ્વામી, પ્રીયાબેન જગદીશભાઇ રામાભાઇ રાબા, લક્ષ્મીબેન વિક્રમશીભાઇ ગલાલચંદ વોરા, સતીબેન રણમલભાઇ અરશીભાઇ જાડેજા મેર, પ્રવિણાબેન ભરતભાઇ તુલશીભાઇ ચંદારાણા લોહાણા, વિજયાબા ચંદ્રસિંહ ભીખુભા જાડેજા, અંજુબેન કલ્પેશભાઇ દામજીભાઇ ગોહીલ પ્રજાપતી મહિલાઓને પકડી પાડી હતી.

Vaccine / અન્ય દેશોને રસી આપવામાં મોડું થઈ શકે છે, શું ભારત પાકિસ્તાનન…

પોલીસે તમામને ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હાર જીત કરી રૂપિયા ૫૭,૦૦૦ ની રોકડ રકમ અને રૂપિયા ૧.૨૦ લાખની કીમતના ચાર બાઈક સહીત રૂપિયા ૧,૭૭,૦૦૦ ની કીમતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જો કે સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈને લઈને તેઓને જમીન મુક્ત કરવામાં આવી હતી.

ઉલ્લેખય છે કે, ત્રણેક વર્ષ પૂર્વે દિવ્યા કોરડીયાએ પૂર્વ સાંસદ અને તેના પતિ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. પોતાને મારી નાખવા સાજીઝ રચ્યા હોવાના કથિત પુરાવાઓ સાથે પોલીસમાં ફરિયાદ કરતા જે તે સમયે આ પ્રકરણ ખુબ ગાજ્યું હતું.  ત્યારથી દિવ્યા લાઈમ લાઈટમાં આવ્યા હતા.  હવે જયારે પોતે જ પોતાના ફલેટમાં જુગાર રમતા પકડાયા છે ત્યારે વધુ એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

Vaccine / રસીકરણના પહેલા દિવસે કુલ આટલાં લોકોને અપાઈ રસી……

OMG! / લો બોલો..!! હવે આઇસક્રીમને પણ થયો કોરોના…

Vaccine / રસીકરણ બાદ નોર્વેમાં 29 લોકોના મોત, ફાઈઝર રસી ઉપર ઉભા થયા સવ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…