Ahmedabad/ મહિલા સાથે અશોભનીય વર્તન હેડ કોન્સ્ટેબલને પડ્યું ભારે, કરાયા સસ્પેન્ડ

અમદાવાદ શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં માસ્ક બાબતે એક વ્યક્તિ સાથે પોલીસે તકરાર કરી હોવાનો વિડીયો વાયરલ થયો હતો….

Ahmedabad Gujarat
qaweds મહિલા સાથે અશોભનીય વર્તન હેડ કોન્સ્ટેબલને પડ્યું ભારે, કરાયા સસ્પેન્ડ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં માસ્ક બાબતે એક વ્યક્તિ સાથે પોલીસે તકરાર કરી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. વિડિયોનાં સંદર્ભમાં અમદાવાદ ઝોન-1 નાં ડીસીપી પટેલે વાયરલ થયેલા વિડિયોની ખાતરી કરવા અને કસુરવાર સામે કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા.

જેની તપાસ ACP બી- ડિવિઝનને સોંપવામાં આવી હતી. પ્રાથમિક તપાસ કર્યા બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા મહિલા સાથેના વર્તનને જોઈને તુરંત જ ACP એલ બી ઝાલાએ કસૂરવાર હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઈશ્વરસિંહને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ વાયરલ થયેલા વિડિયોમાં સંડોવાયેલા અન્ય પોલીસ કર્મચારીઓની ભૂમિકા તપાસવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ACP એલ બી ઝાલાએ જણાવ્યું છે કે, જો તપાસ દરમિયાન અને પોલીસ કર્મચારીઓની ગેરવર્તણૂક અને શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….

Ahmedabad પૈસાની ઠગાઈ કરતો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી ઝડપાયો

Vaccination / કોરોનાકાળનાં સંસ્મરણોથી ભાવુક થયા વડા પ્રધાન મોદી…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો