Not Set/ સુરત/ તક્ષશિલા અગ્નિકાંડનો 9 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની કરી ધરપકડ બિન અધિકૃત બાંધકામ કરનારની ધરપકડ બાંધકામ કરી કલાસીસ સંચાલકને આપ્યું હતું ભાડે ધરપકડથી બચવા 9 મહિના સુધી નાસતો ફરતો હતો અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચે 13 લોકોની કરી ધરપકડ આજ થી આશરે 9 મહિના અગાઉ સુરત ના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે ફરાર બિલ્ડર દિનેશ વેકરીયાની ધરપકડ કરી […]

Gujarat Surat
jmc 7 સુરત/ તક્ષશિલા અગ્નિકાંડનો 9 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
  • ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની કરી ધરપકડ
  • બિન અધિકૃત બાંધકામ કરનારની ધરપકડ
  • બાંધકામ કરી કલાસીસ સંચાલકને આપ્યું હતું ભાડે
  • ધરપકડથી બચવા 9 મહિના સુધી નાસતો ફરતો હતો
  • અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચે 13 લોકોની કરી ધરપકડ

આજ થી આશરે 9 મહિના અગાઉ સુરત ના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે ફરાર બિલ્ડર દિનેશ વેકરીયાની ધરપકડ કરી હતી. 22 નિર્દોષ વિદ્યાર્થીઓના મોતની આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી  13 ની ધરપકડ કરી છે.

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં ગત 24 મે 2019 ના રોજ તક્ષશીલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં 22 નિર્દોષના મોત થયા હતા.  આ બનાવમાં સરથાણા પોલીસ મથકમાં ગુનો દાખલ થયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમ્યાન તક્ષશીલા આર્કેડમાં સ્માર્ટ ડીઝાઇન સ્ટુડીયો નામથી ટયુશન કલાસીસ ચલાવનાર, કલાસીસ ચલાવવા ભાડે આપનાર વહીવટકર્તા, બિનઅધિકૃત બાંધકામ કરી ક્લાસીસ ચલાવવા ભાડે આપનાર-માલિકો, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ફાયર ઓફીસર, ગેરકાયદેસર વીજકનેકશનની ચકાસણી ન કરી ફરજમાં બેદરકારી દાખવનાર ડી.જી.વી.સી.એલના નાયબ ઇજનેર, તક્ષશીલા આર્કેડના ત્રીજા માળે બંધાયેલ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજુ કરેલ પ્લાન સ્થળ સ્થિતી સાથે સુંસગત ન હોવા છતાં ઇમ્પેકટ ફી મંજુર કરનાર તથા સી.ઓ.આર (સર્ટીફીકેટ ઓફ રેગ્યુલાઇઝેશન) ઇસ્યુ કરનાર સુરત મહાનગરપાલિકાના ઇજનેરો મળી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી હતી.

જયારે આ બધામાં  આરોપી બિલ્ડર દિનેશભાઇ કાનજીભાઇ વેકરીયા ફરાર થી ગયા હતા. જેની ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.