બોલીવુડ અભિનેતા શાહબાઝ ખાન વિરુદ્ધ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં એક યુવતી (19 વર્ષ) એ છેડતીનો કેસ દાખલ કર્યો છે. પીડિતાની ફરિયાદના આધારે અભિનેતા સામે કલમ 354 (છેડતી) અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આજે એક્ટરની પૂછપરછ કરી શકે છે. હાલ ખાનની ધરપકડ કરવામાં આવી નથી.
શાહબાઝ ખાનની કારકિર્દી
ચંદ્રકાંતા, યુગ, બૈતાલ પચીસી, ધ ગ્રેટ મરાઠા જેવી મોટી સિરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા હાલ સિરિયલ નાગીનમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય તે 2017 ના શો કર્મફલ દાતા શનિ અને પૃથ્વીરાજ ચૌહાણમાં પણ નજર આવી ચુક્યો છે. શાહબાઝ તેમના શાનદાર ડાયલોગ માટે પણ જાણીતા છે. આ સિવાય તેણે ફિલ્મ એજન્ટ વિનોદ, વીર, ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય, રાજુ ચાચા, જીદ્દી, મેજર સાબ અને આંતરરાષ્ટ્રીય ખિલાડીમાં પણ કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.