Not Set/ રીલ લાઈફ માટે રીયલ લાઈફ માં જીવ જોખમ પર મૂક્યો ટોમ ક્રુઝે,જાણો કઈ ફિલ્મ માટે

  એક્શન નો બાદશાહ એટલે ટોમ ક્રુઝ જેને મિશન ઈમ્પોશીબ્લ ની 5 ફિલ્મોમાં બધા જ કારનામાં કરી લીધા છે જેવા કે ઇમારત પર ચઢવાનું, મોટર સાયકલ ક્રેશ. એયર પ્લેન માંથી લટકવાનું , આવા રુંવાટા ઉભા કરી ડે એમાં જોખમી સ્ટંટ કરીને બધાને મંત્ર મુગ્ધ કરી દે છે. ફિલ્મ મિશન ઈમ્પોશીબ્લ ફોલ આઉટ ના શુટિંગ દરમિયાન […]

Uncategorized
mission impossible fall out રીલ લાઈફ માટે રીયલ લાઈફ માં જીવ જોખમ પર મૂક્યો ટોમ ક્રુઝે,જાણો કઈ ફિલ્મ માટે

 

એક્શન નો બાદશાહ એટલે ટોમ ક્રુઝ જેને મિશન ઈમ્પોશીબ્લ ની 5 ફિલ્મોમાં બધા જ કારનામાં કરી લીધા છે જેવા કે ઇમારત પર ચઢવાનું, મોટર સાયકલ ક્રેશ. એયર પ્લેન માંથી લટકવાનું , આવા રુંવાટા ઉભા કરી ડે એમાં જોખમી સ્ટંટ કરીને બધાને મંત્ર મુગ્ધ કરી દે છે. ફિલ્મ મિશન ઈમ્પોશીબ્લ ફોલ આઉટ ના શુટિંગ દરમિયાન એમણે ઘણી વાર પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો.

હમણાં જ આ ફિલ્મનાં શુટિંગ નો એક વિડીયો રીલીઝ થયો છે જેમાં એમણે સૌથી ખતરનાક ‘ હેલો પંપ ‘ ( હાઈ અલ્ટીટ્યુડ લો ઓપનિંગ , HALO) કર્યો. બોડી ડબલનો ઉપયોગ કર્યા વગર જાતે 25000ફીટની ઉચાઈ એ થઈ છલાંગ મારી હતી. ઓક્સીજન ની ખામી હોવા છતાં સો વાર સખત મહેનત કર્યા પછી શોટ આપ્યો. આ ફિલ્મ નું શુટિંગ અબુ ધાબી માં કરવામાં આવ્યું છે. ટોમ ક્રુઝે હેલો પંપ સિવાય પોતાની ફિલ્મોમાં જાતે હેલીકોપ્ટર પણ ઉડાવ્યું છે. ૫૬ વર્ષના ટોમ ક્રુઝે આ શુટિંગ પહેલાં ન્યુઝીલેન્ડમાં ઘણી કલાકો સુધી ફ્લાઈંગ ટ્રેનિંગ પણ લીધી. શુટિંગ દરમ્યાન ટોમ ક્રુઝે જાતે ચોપર પણ ઉડાવ્યું છે ઉપરાંત પહાડોની વચ્ચે ખતરનાક સ્ટંટ કરીને પરફેક્ટ શોટ પણ આપ્યો. પ્લેન ઉડાડવા સિવાય એમણે બીજા સિક્વન્સ પણ જોરદાર કર્યા જેમાં એમને દોડીને ઉડતા ચોપર પર લટકવાનું હતું. આ કરવું એટલું ખતરનાક હતું કે એક વાર આ સીન ને અધવચ્ચેથી ડ્રોપ કરવો પડ્યો. ચોપરનું એન્જીન ફેલ થવાના લીધે દુર્ઘટના થઈ શકત.

ફિલ્મ મિશન ઈમ્પોસીબલ  ફોલ આઉટ ના એક સીનમાં હીરો ટોમ ક્રુઝ એક બિલ્ડીંગની છત પરથી બીજી બિલ્ડીંગની છત પર કુદે છે.જોકે આવા સીન બીજા ઘણાં એક્ટર્સ એ ફિલ્મોમાં કર્યા છે પણ ૭૦ ફિટ ની ઉચાઈથી હવા માં કુદતા 9 મીટર નું અંતર કાપવાનું  કઈ નાનીમાના ખેલ નથી. આવો જોખમી સીન એક્ટર્ એ જાતે કર્યો હતો. આનું શુટિંગ લંડનમાં થયું ને  દરમ્યાન એમને ઇજા પણ થઈ હતી.

ફિલ્મ મિશન ઈમ્પોશીબ્લ ફોલ આઉટ નું લેખન , નિર્દેશન અને સહ નિર્માણ ક્રિસ્ટોફર મેકકેરી એ કર્યું છે. ટોમ ક્રુઝ સિવાય સાઈમન પેગ, રેબેકા ફરગસને પણ અહેમ કિરદાર નિભાવ્યો છે. આ ફિલ્મ 27 જુલાઈ ૨૦૧૮ ના રીલીઝ થશે.