Not Set/ નકલી ડિગ્રીના મુદ્દે ફસાઈ Team India ની કેપ્ટન હરમનપ્રીત કૌર, કારકિર્દી જોખમમાં

નવી દિલ્હી: ક્રિકેટના મેદાન પર ‘લેડી સહેવાગ’ના નામથી પ્રચલિત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Team India)ની કેપ્ટન હરમનપ્રીત કૌર પોતાની ડિગ્રીઓને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે. હરમનપ્રીત પર આરોપ છે કે, તેણીએ પોતાની ડિએસપીની નોકરી માટે જે ડિગ્રીઓ જમા કરાવી હતી, તે બધી જ નકલી છે. મળતી માહિતી મુજબ પંજાબ પોલીસે ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીના વિજિલન્સ વિભાગમાં […]

Top Stories India Trending Sports
Team India T20 Captain Harmanpreet Kaurs job under threat Over Charges of fake degree

નવી દિલ્હી: ક્રિકેટના મેદાન પર ‘લેડી સહેવાગ’ના નામથી પ્રચલિત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Team India)ની કેપ્ટન હરમનપ્રીત કૌર પોતાની ડિગ્રીઓને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે. હરમનપ્રીત પર આરોપ છે કે, તેણીએ પોતાની ડિએસપીની નોકરી માટે જે ડિગ્રીઓ જમા કરાવી હતી, તે બધી જ નકલી છે.

Harmanpreet kaur1 નકલી ડિગ્રીના મુદ્દે ફસાઈ Team India ની કેપ્ટન હરમનપ્રીત કૌર, કારકિર્દી જોખમમાં

મળતી માહિતી મુજબ પંજાબ પોલીસે ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીના વિજિલન્સ વિભાગમાં તેમની ડિગ્રીઓની ગોપનિય તપાસ કરાવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, તેમની માર્કશીટનો કોઈ રેકોર્ડ નાથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હરમનપ્રીત કૌર પંજાબ પોલીસમાં હાલ ડિએસપીના પદ પર ફરજ બજાવે છે અને તેમણે આ વર્ષના માર્ચ મહિનામાં આ (ડિએસપી) પદ પર નોકરીમાં જોડાયાં હતાં.

ડિગ્રીમાં ‘ગોલમાલ’, ફરિયાદ નોંધાશે!

harmanpreet નકલી ડિગ્રીના મુદ્દે ફસાઈ Team India ની કેપ્ટન હરમનપ્રીત કૌર, કારકિર્દી જોખમમાં

પંજાબ પોલીસના જણાવ્યા મુજબ હરમનપ્રીત કૌરે જે દસ્તાવેજો પોલીસ વિભાગને સોંપ્યા હતા, તેમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીની છે. પરંતુ જયારે અમે તેમની ડિગ્રીની તપાસ યુનિવર્સિટીમાં કારવી તો તેમણે જણાવ્યું હતું કે, હરમનપ્રીતની ડિગ્રીના રજિસ્ટ્રેશn નંબર તેમની યુનિવર્સિટીનો નથી. હવે આ મામલામાં પોલીસનો સંપૂર્ણ તપાસ અહેવાલ આવે તેની રાહ જોવાઈ રહી છે. જો તેમાં પણ તેની ડિગ્રી નકલી હોવાનું ફલિત થયું તો હરમનપ્રીત કૌર પર યોજનાબદ્ધ રીતે છેતરપિંડી કરવાનો કેસ થઈ શકે છે.

harmanpreet kaur નકલી ડિગ્રીના મુદ્દે ફસાઈ Team India ની કેપ્ટન હરમનપ્રીત કૌર, કારકિર્દી જોખમમાં

અત્રે ઉલ્લેખનીય છે કે, હરમનપ્રીત કૌરને સ્પોર્ટ્સ ક્વોટામાં પંજાબ પોલીસમાં ડિએસપી નું પદ મળ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્તમાન કેપ્ટન હરમનપ્રીતે પોતાના જોરે ટીમ ઈન્ડિયાને કેટલીય ઐતિહાસિક જીત અપાવી છે. ICC મહિલા વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ધમાકેદાર પ્રદર્શન કરીને તેણીએ સૌના દિલ જીતી લીધા હતા, આ પછી પંજાબ પોલીસે તેણીને ડિએસપીના પદની ઓફર કરી હતી. પંજાબ પોલીસમાં ડિએસપીના પદ માટે જયારે તેણીએ રેલવેની નોકરી છોડી હતી તો રેલવેએ તેણીને છૂટા કર્યા n હતા. પરંતુ પંજાબ પોલીસના પ્રયાસોના કારણે રેલવેએ નમતું ઝોખવું પડ્યું હતું અને હરમનપ્રીતને ડિએસપી બનવાનું ગૌરવ મળ્યું હતું.