Election/ સુરત ભાજપમાં વધુ એક ભડકો, મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજએ નોંધાવ્યો વિરોધ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

Gujarat Surat
PICTURE 4 48 સુરત ભાજપમાં વધુ એક ભડકો, મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજએ નોંધાવ્યો વિરોધ
  • સુરત ભાજપમાં વધુ એક ભડકો
  • વોર્ડ નંબર 27માં વિરોધ આવ્યો સામે
  • મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજનો વિરોધ
  • સમાજમાં પ્રતિનિધિત્વ નહીં મળતા કર્યો વિરોધ
  • છેલ્લી ઘડીએ ટીકીટ કપાતા સમર્થકો નારાજ
  • નારાજ સમર્થકો કરી રહ્યા છે વિરોધ-પ્રદર્શન
  • 15થી વધુ સંગઠનોનો હતો સપોર્ટ
  • લીંબાયત વિસ્તારમાંથી હતી પ્રબળ દાવેદારી
  • સમાજ મિટિંગ કરી ઘડશે આગળની રણનીતિ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે ગુરુવારનાં રોજ  ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમા ઘણા લોકોને ટિકિટ ન અપાતા નારાજગીનાં સૂર જોવા મળી રહ્યાં છે.

ખાસ કરીને જો સુરતની વાત કરીએ તો અહી ભાજપમાં વધુ એક ભડકો થયો છે. અહી વોર્ડ નંબર 27 માં ટિકિટની ફાળવણી બાદ વિરોધ સામે આવ્યો છે. સુરતમાં મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજે વિરોધ દર્શાવ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, સમાજમાં પ્રતિનિધિત્વ નહી મળતા વિરોધ કરવામાં આવ્યો છે. છેલ્લી ઘડીએ ટિકિટ કપાતા સમર્થકોમાં નારાજગી જોવા મળી છે. જણાવી દઇએ કે, 15 થી વધુ સંગઠનોનો સપોર્ટ હતો, ટિકિટ ફાળવણી બાદ નારાજ સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ટિકિટ કપાવવાનાં કારણે હવે મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ મિટિંગ કરી આગળની રણનીતિ બનાવશે.

મળી રહેલી માહિતી અનુસાર, ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાની ઓફિસ બહાર હોબાળો થયો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક લોકોને ટિકિટ ન આપતા આ વિરોધ કરાયો છે. ધારાસભ્ય દ્વારા લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, સુરતમાં ઓરિસ્સા સમાજનાં લોકો ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. એક પણ બેઠક ન ફાળવાતા ઓરિસ્સા સમાજ નારાજ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. 120 બેઠકમાંથી એક પણ બેઠક ન ફાળવતા નારાજગીનાં સૂર જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, લાખોની સંખ્યામાં ઓરિસ્સા સમાજનાં લોકો અહી વસવાટ કરે છે.

ટિકિટ ફાળવણી બાદ નારાજ કાર્યકરોએ ભાજપ કાર્યાલયનો ઘેરાવ કર્યો છે. વોર્ડ નંબર – 18, 27, 26 ,28 અને 29 માં વિરોધ થઇ રહ્યો છે. તમામ વોર્ડમાં ભાજપનાં ઉમેદવારોનો વિરોધ થઇ રહ્યો છે. વોર્ડ પ્રમુખો અને કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. વોર્ડ નંબર 26 નાં યુવા વોર્ડ પ્રમુખે રાજીનામું પણ આપી દીધુ છે. અંદાજે 100 જેટલા કાર્યકરોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Election: પદાધિકારીઓને ટિકિટ જોઈતી હોય તો પહેલા રાજીનામું આપે : સી.આર પાટીલ

Election: જામનગર ભાજપમાં એક બાદ એક રાજીનામા, ટિકિટ ફાળવણીમાં અસંતોષથી ભાજપમાં ભડકો

Election: રાજકોટમાં મહિલા અનામત આવે તો મેયર પદ માટે ભાનુબેન બાબરીયા પ્રબળ દાવેદાર, સૂત્રોમાં ચર્ચા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો