Not Set/ વડોદરા : અવાખલ ગામ પાસે ટ્રેક્ટર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૩ના મોત

વડોદરા, વડોદરા જિલ્લાની શિનોર તાલુકાના અવાખલ ગામ પાસે ટ્રેક્ટર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. શિનોર તાલુકાના અવાખલ ગામ નજીક આવેલા ભૂખી નાળા પાસે મંગળવારે મોડી રાત્રે શેરડી ભરેલા ટ્રેક્ટર અને છકડો પસાર થઇ રહ્યા હતા. આ સમયે બંને વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વર્ષના બાળક […]

Gujarat
f 1517993271 વડોદરા : અવાખલ ગામ પાસે ટ્રેક્ટર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૩ના મોત

વડોદરા,

વડોદરા જિલ્લાની શિનોર તાલુકાના અવાખલ ગામ પાસે ટ્રેક્ટર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. શિનોર તાલુકાના અવાખલ ગામ નજીક આવેલા ભૂખી નાળા પાસે મંગળવારે મોડી રાત્રે શેરડી ભરેલા ટ્રેક્ટર અને છકડો પસાર થઇ રહ્યા હતા. આ સમયે બંને વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વર્ષના બાળક સહિત ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જયારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં..

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ત્રણેય મૃતદેહને શિનોરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.