Not Set/ સુરત : આર્મીના ખોટા પુરાવાઓ બનાવીને દારૂની હેરફારી કરતો આરોપી ઝડપાયો

સુરત, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. ત્યારે સુરતમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સપાટો બોલાવતા ઇન્ડિયન આર્મીના ખોટા પુરાવાઓ બનાવીને દારૂની હેરફારી કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, આ દારૂ ભરેલી ટ્રક ચંદીગઢ થી બરોડા તરફ જતી હતી. આ સમયગાળા દરમિયાન ટ્રક […]

Gujarat
Untitled સુરત : આર્મીના ખોટા પુરાવાઓ બનાવીને દારૂની હેરફારી કરતો આરોપી ઝડપાયો

સુરત,

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. ત્યારે સુરતમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સપાટો બોલાવતા ઇન્ડિયન આર્મીના ખોટા પુરાવાઓ બનાવીને દારૂની હેરફારી કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, આ દારૂ ભરેલી ટ્રક ચંદીગઢ થી બરોડા તરફ જતી હતી. આ સમયગાળા દરમિયાન ટ્રક સુરતના એના ગામની સીમમાંથી હાઇવે તરફ પસાર થતી હતી. જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ટ્રકને રોકીને તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ કાર્યવાહી કરતા પોલીસે ટ્રક સહિત ૫૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને એક આરોપીને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વની વાત એ છે કે, પોલીસની તપાસમાં આ આરોપી ઇન્ડિયન આર્મીના ખોટા પુરાવાઓ બનાવીને દારૂની હેરફારી કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. બીજી બાજુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા સુરત પોલીસે ઉંઘતી હતી તે જાગી હતી અને દોડતી થઇ હતી.