અમદાવાદ,
અમદાવાદ બેઠક માટે ખાનપુર કાર્યાલય ખાતે આજે ભાજપ દ્વારા સેન્સની બેઠક યોજવામાં આવી હતી. નિરિક્ષક શબ્દશરણ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવી.
સેન્સ લેવાની ત્રણ દિવસિય આ પ્રક્રિયાના બીજા તબક્કામાં અમદાવાદની પશ્ચિમ બેઠક માટે આ બેઠક યોજાઈ હતી. આપને જણાવી દઈયે કે સંભવિત ઉમેદવારોમાં પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા, સાંસદ કિરીટ સોલંકી, રાજયસભાના સાંસદ સંભૂપ્રસાદ ટુંડીયા, અને પૂર્વ કેબિનેટ પ્રધાન રમણાલ વહોરાના નામ ચાલી રહ્યાં છે.
ઉલ્લેખનિય છે કે નિરિક્ષકો દ્વારા પોતાનો રિપોર્ટ પ્રદેશ કાર્યાલય ખાતે સુપ્રત કરશ. જે આગળ કેન્દ્રમાં મોકલાશે જેના પર કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ આખરી નિર્ણય લેશે.