સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં/ લોરેન્સ બિશ્નોઈ પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ મેળવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્પેશિયલ સેલ મુસેવાલા મર્ડર કેસમાં બિશ્નોઈની પૂછપરછ કરશે

Top Stories India
7 26 લોરેન્સ બિશ્નોઈ પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ મેળવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્પેશિયલ સેલ મુસેવાલા મર્ડર કેસમાં બિશ્નોઈની પૂછપરછ કરશે. મળતી માહિતી મુજબ સ્પેશિયલ સેલ દ્વારા લોરેન્સને પાંચ દિવસ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એવો આરોપ છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

મૂસેવાલા હત્યા કેસમાં, ભટિંડા અને ફિરોઝપુર જેલમાં બંધ બે ગેંગસ્ટર મનપ્રીત સિંહ અને શરદને પંજાબ પોલીસ દ્વારા 5 દિવસના પ્રોડક્ટ વોરંટ પર લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે. બંને શાર્પ શૂટર્સ છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે.

મળતી માહિતી મુજબ હવે IPS ઈશ્વર સિંહને નવા ADGP બનાવવામાં આવ્યા છે.આ પહેલા તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલે પટિયાલા કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં વકીલે લોરેન્સની સુરક્ષા વધારવાની માંગ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં લોરેન્સ બિશ્નોઈના જીવને ખતરો છે. વકીલે કહ્યું કે એવો ભય છે કે પંજાબ પોલીસ જેલમાં લોરેન્સનું એન્કાઉન્ટર કરી શકે છે અથવા વિરોધી ગેંગ લોરેન્સ પર હુમલો કરી શકે છે, તેથી તેની સુરક્ષા વધારવી જોઈએ.

પોલીસને જાણવા મળ્યું છે કે મુસેવાલા હત્યાકાંડનું પ્લાનિંગ તિહાર જેલમાં ઘડવામાં આવ્યું હતું. પંજાબ સ્થિત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના ફેસબુક પેજએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. એવું કહેવામાં આવ્યું હતું કે લોરેન્સ અને તેના ભાઈ ગોલ્ડી બ્રારે સિદ્ધુની હત્યાની જવાબદારી લીધી છે.

ઉલ્લેખનીય છે કે હત્યા પાછળનું કારણ 7 ઓગસ્ટ 2021ના રોજ થયેલી વિકી મિદુખેડાની હત્યા થઇ હતી જેનો બિશ્નોઈ ગેંગ બદલો લેવા માંગતી હતી. વિકી લોરેન્સની નજીક હતો. દવિન્દર બંબીહા ગેંગે તેની હત્યા કરાવી હતી. એવો આરોપ છે કે મૂઝવાલાએ મિદુખેડા હત્યાકાંડમાં સામેલ શૂટરોને આશ્રય આપ્યો હતો, જેનો બદલો બિશ્નોઈ ગેંગે લીધો હતો.