Not Set/ હિમાચલ પ્રદેશનાં પૂર્વ CM વીરભદ્ર સિંહનું નિધન

હિમાચલ પ્રદેશનાં છ વખતનાં મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે અવસાન થયું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વીરભદ્ર સિંહનું ગુરુવારે સવારે 3.40 વાગ્યે અવસાન થયું હતું.

Top Stories India
1 13 હિમાચલ પ્રદેશનાં પૂર્વ CM વીરભદ્ર સિંહનું નિધન

હિમાચલ પ્રદેશનાં છ વખતનાં મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે અવસાન થયું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વીરભદ્ર સિંહનું ગુરુવારે સવારે 3.40 વાગ્યે અવસાન થયું હતું. ફરી કોરોના પોઝિટિવ થયા બાદ શિમલાનાં આઈજીએમસીમાં, સારવાર હેઠળ હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાનાં અવસાનથી રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઘૂસણખોરી / કાશ્મીરમાં સુરક્ષાદળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો,એક આંતકવાદી ઠાર, બે સૈનિકો ઘાયલ

આશરે અઢી મહિનાથી તેમને આઈજીએમસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે અચાનક તબિયત લથડતાં ડોક્ટર્સે તેમને વેન્ટિલેટર પર દાખલ કર્યા હતા. બાદમાં બેભાન અવસ્થામાં તેઓ અહીં સારવાર હેઠળ હતા. ગુરુવારે સવારે 3:40 કલાકે તેમનું અવસાન થયું હતું. આઇજીએમસીનાં એમએસ ડો. જનક રાજે તેમના મોતની પુષ્ટિ કરી છે. તેઓ પ્રથમવાર 1962 માં લોકસભા માટે ચૂંટાયા હતા. તે પછી, તે 1967, 1971, 1980 અને 2009 માં ચૂંટાયા હતા. વીરભદ્ર સિંહ 1983 થી 1990, 1993 થી 1998, 1998 માં કેટલાક દિવસો સુધી ત્રીજી વખત, ફરી 2003 થી 2007 અને 2012 થી 2017 સુધી હિમાચલનાં મુખ્યમંત્રી રહ્યા હતા.

કોરોના અપડેટ / કેરળમાં થર્ડ વેવની એન્ટ્રીથી ફફડાટ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,800 કેસો નોંધાયા

તેમણે પ્રથમ વખત મહાસુ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. પંડિત જવાહરલાલ નેહરુ તેમને રાજકારણમાં લાવ્યા હતા. વીરભદ્રસિંહ આ વાતને વારંવાર કહેતા હતા. વીરભદ્રસિંહ હાલમાં અર્કીનાં ધારાસભ્ય હતા. તેમણે કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય સંભાળી ચુક્યા છે. આ સિવાય માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય પણ તેમની પાસે રહ્યુ હતું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…