Not Set/ 4000 કરોડના કૌભાંડમાં મુખ્યમંત્રી કાર્યાલય સુંધી તાર જોડાયેલા છે: પરેશ ધાનાણી

ગાંધીનગર વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મગફળી કાંડ મુદ્દે આજે ઉપવાસનો 5મો દિવસ છે. ત્યારે તેમણે મંતવ્ય ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે… કરોડો રૂપિયાના આ કૌભાંડમાં મગફળીમાં ‘માટી કે માટીમાં મગફળી’ છે તેજ ખબર નથી પડતી, આ મામલે સરકાર જ્યાં સુધી ન્યાયિક તપાસ નહીં કરે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે. હજુ સુધી FSL […]

Top Stories Gujarat Vadodara Trending Videos
dsa 13 4000 કરોડના કૌભાંડમાં મુખ્યમંત્રી કાર્યાલય સુંધી તાર જોડાયેલા છે: પરેશ ધાનાણી

ગાંધીનગર

વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મગફળી કાંડ મુદ્દે આજે ઉપવાસનો 5મો દિવસ છે. ત્યારે તેમણે મંતવ્ય ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે…

કરોડો રૂપિયાના આ કૌભાંડમાં મગફળીમાં ‘માટી કે માટીમાં મગફળી’ છે તેજ ખબર નથી પડતી, આ મામલે સરકાર જ્યાં સુધી ન્યાયિક તપાસ નહીં કરે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે.

હજુ સુધી FSL કે કૃષિ વિભાગની તપાસનો રિપોર્ટ નથી આવ્યો જે શંકા ઉપજાવે એવી વાત છે. સાથે તેમણે ભાજપના કમલમ પર આંટા મારતા સંગઠનના મોટા માથા તેમજ કેબિનેટ કક્ષાના મગરમચ્છ સંડોવાયેલા છે તેમ પણ જણાવ્યું હતું.

ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલ લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ અને વિવિધ વાયરલ વિડીયો પર સામ સામે રાજકારણ ખેલાઇ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદીમાં આરોપો મૂકવામાં આવ્યા છે. વિસ્તારોમાં મગફળી ખરીદીમાં કરોડો રૂપિયાના કૌભાંડ બહાર આવ્યા છે.

જેના પર ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. જેને લઇ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ખાતે બેઠકનો દોર શરૂ થયો છે. આ બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક સચિવ હાજર રહ્યા હતા.