ગુજરાત/ રાજ્યમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી હતી.

Top Stories Gujarat Others
બોડેલી

રાજ્યમાં મૌસમનો વરસાદ પડી રહ્યો છે. કેટલાક સ્થળો પર તો વરસાદથી તારાજી સર્જાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામા આવેલા બચાવ રાહત કાર્યો,આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી હતી.  વરસાદથી તારાજી

બોડેલી

 

13.4 રાજ્યમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ઉલ્લેખનીય છે કે બોડેલીમાં 22 ઇચથી વધુ વરસાદ ખાબકતા  નિચાણવાળા વિસ્તારોમાં ભરાયાં હતા. બોડેલી પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે.  બોડેલીના ગોલા ગામડી ગામ બેટમાં ફેરવાયું છે. ગામ તરફ જવાના રસ્તા પર અનેક વાહનો ફસાઈ ગયા છે. કેટલાય વાહનચાલકોએ પાણી વચ્ચેથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરતા વાહન બંધ થઈ ગયા છે. આ તરફ સંખેડા તરફના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા હતાં.  બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદથી અકોટાદર ગામ, ખીમલીયા, મોતીપુરા ગામ, ગોપાલપુરા, મંગલભારતી અને ગોલા ગામડીના રોડ- રસ્તા જળમગ્ન થયા હતા. આ ઉપરાંત પાનીયા ગામ પણ બેટમાં ફેરવાયું છે. સલામતીના ભાગરૂપે પોલીસે ગોલા ગામડી ચાર રસ્તાથી બોડેલી તરફ જવાનો રસ્તો બંધ કરાવી દીધો હતો. પાણી ઓસરરતા લોકોની હાલત કફોડી બની હતી કારણકે અનાજ, કપડા ઘરનું રાચ રચીલુ પાણીમાં તણાઇ જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. બોડેલી અને સંખેડા ખાતે વરસેલા મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. મામલતદારે વડોદરા ફાયર બ્રિગેડની મદદ માગતા બે ટીમો મોકલવામાં આવી હતી. જેમાં એક ટીમ સંખેડા ખાતે તેમજ બીજી ટીમ બોડેલી ખાતે તૈનાત કરાઈ હતી.

આ પણ વાંચો : મોરબીનો મચ્છુ ૩ ડેમ ૮૦ % ભરાયો : ગામોને સાવચેત રહેવા સૂચન