ગુજરાત/ મોરબીનો મચ્છુ ૩ ડેમ ૮૦ % ભરાયો : ગામોને સાવચેત રહેવા સૂચન

મચ્છુ ૩ ડેમ ભરાઈ જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન હલ થયો છે અને નવા નીર આવતા ખેડૂતો ખુશખૂશાલ થયા છે.

Gujarat Others Trending
મચ્છુ ૩ ડેમ

મોરબીનો સિંચાઈ માટે માટેનો મચ્છુ ૩ ડેમ ૮૦ % ભરાઈ જતા ૧૯ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.  નદીના પટમાં અવરજવર નહીં કરવા પણ સુચના આપવામાં આવી છે.  મોરબીનો મચ્છુ ૩ ડેમ પણ ૮૦% ભરાઈ જતા ૧૯ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.  જેમાં મોરબીનાં ગોર ખીજડીયા, વનાળીયા, સાદુલકા, માનસર, રવાપર નદી,અમરનગર, નારણકા, ગુંગણ,નાગડાવાસ, બહાદુર ગઢ અને સોખડા અને માળીયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, ફતેપર, માળિયા મિયાણા અને હરીપરને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ નદીના પટમાં અવર જવર નહીં કરવા સૂચના. મચ્છુ ૩ ડેમ ભરાઈ જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન હલ થયો છે અને નવા નીર આવતા ખેડૂતો ખુશખૂશાલ થયા છે. આ સાથે જ તમામ ગામના આગેવાનો અને સરપંચોને પણ કોઈ તકલીફ પડે તો મોરબી કલેકટર કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી યથાવત છે.

આ પણ વાંચો : ગુજરાતમાં હવે બનશે નવા ચેરિટી કચેરી ભવન : આ શહેરોને મળશે લાભ…