Not Set/ આઝમ ખાને હીરો બનવાની કોશિશ કરી, હું તેને ઝીરો બનાવીશ : રામ દેવી

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન બરાબર ફાસાયા છે. આઝમ ખાન દ્વારા ભાજપનાં સાંસદ રમાદેવી પર કરવામાં આવેલી ફિલ્મી અંદાજમાં ટીપ્પણી ભારે પડી ગઇ છે અને રમાદેવી દ્વારા આઝમખાનનું સાંસદનું પદ્દ ભ્રષ્ટ કરવાની માંગ કરવામા આવી છે. તો સપા અને અખિલેશ યાદવ સિવાયનાં તમામ પક્ષો દ્વારા એક શૂરે આઝમ ખાન દ્વારા કરવામા આવેલી ટીપ્પણી વખોળી કાઢવામાં […]

Top Stories India Trending Politics

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન બરાબર ફાસાયા છે. આઝમ ખાન દ્વારા ભાજપનાં સાંસદ રમાદેવી પર કરવામાં આવેલી ફિલ્મી અંદાજમાં ટીપ્પણી ભારે પડી ગઇ છે અને રમાદેવી દ્વારા આઝમખાનનું સાંસદનું પદ્દ ભ્રષ્ટ કરવાની માંગ કરવામા આવી છે. તો સપા અને અખિલેશ યાદવ સિવાયનાં તમામ પક્ષો દ્વારા એક શૂરે આઝમ ખાન દ્વારા કરવામા આવેલી ટીપ્પણી વખોળી કાઢવામાં આવી હતી અને તમામ પક્ષો અને સાંસદો દ્વારા ખાન માફિ માંગે અને તેની સામે શીક્ષાત્મક પગલા લેવાવા જોઇએ તેવી સ્પીકર પાસે માંગ કરવામા આવી હતી.

 

રામા દેવીએ આ મામલે પોતાની તિખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આઝમ ખાન હીરો બનવા આવ્યા હતા,  હું તેમને ઝીરો બનાવીને છોડીશ.  વધુમાં રામદેવીએ કહ્યું, સંસદમાં લોકો અમને પ્રેમ સાથે મોકલ્યા છે. આઝમ ખાનનાં ભાષણમાં ગંદકીથી મને ઘણી મુશ્કેલી પડી છે. સ્પીકરનું સ્થાન સાંસદનું ગૌરવ છે.  આઝમ ખાન તે ખુરશી પર બેઠેલી સ્ત્રી સામે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે, આ રીતે તો કોઈ સામાન્ય સ્ત્રી સાથે પણ વાત કરી નથી શકાતી. આઝમના શબ્દો ખૂબ પીડાદાયક છે.

રામા દેવીએ કડક શબ્દોમાં કહ્યું કે જો આઝમ ખાનને બોલતા ન આવડતું હોય તો આ વખતે તેઓ શીખી જશે. જો તે  દિવસે તેને  માફી માંગી હોત તો મેં તેને માફ કરી દાધો હોત. પરંંતુ સોમવારે માફી માંગ્યા પછી અધ્યક્ષ કહેશે તો હું માફ કરીશ. પરંતુ જો માફિ ન માંગી તો એવું પગલું ભરવામાં આવશે કે તે જીવનભર હંમેશને માટે યાદ રાખશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન