સ્ટેટ કેબિનેટ મીટિંગ/ આજની કેબિનેટ બેઠકમાં પીએમ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમની થશે સમીક્ષા

ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. વાત જાણે એમ છે કે, દર બુધવાર જેમ આજે પણ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા કેબિનેટની બેઠક યોજાશે.

Top Stories Gujarat

ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. વાત જાણે એમ છે કે, દર બુધવાર જેમ આજે પણ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા કેબિનેટની બેઠક યોજાશે. આ કેબિનેટ બેઠકમાં PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા થશે. મહત્વનું છે કે પાંચ જૂનના અગિયાર સ્થળો પર ગુજરાતમાં PM મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાનાર છે.

રાજ્ય સરકારની કેબિનેટ બેઠક આજે સવારે દસ વાગ્યાથી ગાંધીનગર ખાતે યોજાશે. દર બુધવારે યોજાતી આ બેઠકમાં અનેક ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે, ગુજરાતમાં 5 જૂનના 11 સ્થળો પર PM મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ હોય તે અંગે પણ કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. આ સાથે રાજ્ય કક્ષાના પર્યાવરણ દિવસ કાર્યક્રમ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે કેબિનેટમાં ચર્ચા થશે. મહત્વનું છે કે, સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનો પર પણ આ બેઠકમાં ચર્ચા થશે.

આ ઉપરાંત સરકાર દરેક રાજ્યોમાં ચાલતા તેના વિકાસલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરશે. તેની સાથે પ્રજાલક્ષી કાર્યોની ભાવિ જરૂરિયાત અંગે સમીક્ષા થશે. રાજ્યના અને કેન્દ્રની વર્તમાન યોજનાઓમાં કેટલી યોજનામાં વિલંબ છે, કેટલી યોજનાઓ સમયસર ચાલી રહી છે તે પણ જોવામાં આવશે. તેની સાથે-સાથે રાજ્યમાં ક્યાં વિસ્તારોમાં નવી યોજનાની જરૂરિયાત છે તે જોવાશે.

હવે ચોમાસુ નજીકમાં છે ત્યારે ચોમાસાને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટથી લઈને રાજ્યના દરેક મ્યુનિસિપાલિટી કોર્પોરેશનોએ પાણી ભરાય તો તેને પહોંચી વળવા માટે કેવી તૈયારીઓ કરી છે તે ચકાસી જોવાશે. રાજ્ય સરકાર ચોમાસા દરમિયાન સર્જાનારી તકલીફોનો સામનો કરવા માટે અત્યારથી જ કમર કસી રહી છે. આ માટે છેલ્લા કેટલા વર્ષોમાં કયા જિલ્લામાં ચોમાસામાં વધારે વરસાદ પડ્યો હતો અને ક્યાં ઓછો પડ્યો હતો તે જોવાશે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વધારે પડતો હોય છે અને મધ્ય ગુજરાતમાં મધ્યમ તથા ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઓછો પડતો હોય છે.

આ સિવાય રાજયમાં તળાવો અને ચેકડેમો ઊંડા કરવાની કવાયતની સમીક્ષા કરવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીના સમયમાં શરૂ થયેલી આ પહેલ હેઠળ એપ્રિલ મહિનાથી જ આ કામગીરી હાથ ધરવામાં આવે છે. તેના લીધે 42 લાખ ઘનમીટર વધુ પાણીનો સંગ્રહ થાય છે.

રાજ્યમાં રુફટોપ સોલર યોજનાને સફળતા સાંપડી છે તે સંજોગોમાં તેને આગળ ધપાવવા માટે વિચારવામાં આવશે. સરકારની વિવિધ કચેરીઓ જ્યાં પણ છે અને તેમા પણ ખાસ કરીને ગ્રામીણ તથા તાલુકામાં આવેલી કચેરીઓ રુફટોપ સોલર યોજના તરફ આગળ વધે તે અંગે વિચારવામાં આવશે. રાજ્યમા વૈકલ્પિક  ઊર્જાસ્ત્રોતોની વૃદ્ધિની દિશામાં આગળ વધવા માટે પગલાં લેવાશે.

આ પણ વાંચોઃ  પરિણામ/ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગયા વર્ષ કરતાં 13 ટકા ઓછું

આ પણ વાંચોઃ મુલાકાત/ PM મોદીએ કંબોડિયાના રાજા સાથે મુલાકાત કરી, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આપી ખાતરી આપી

આ પણ વાંચોઃ Karanataka/ કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે કર્મચારીઓને આપી મોટી ભેટ,મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કર્યો વધારો