Gujarat/ રાજ્યમાં બુલેટ પ્રોજેક્ટમાં હવે બુલેટ ગતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને બુલેટ ગતિ આપવામાં હવે આશાનું કિરણ બંધાયું છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જમીન સંપાદન મુદ્દે સુરતમાં વિકટ સમસ્યા સર્જાઇ હતી….

Gujarat Others
zzas 189 રાજ્યમાં બુલેટ પ્રોજેક્ટમાં હવે બુલેટ ગતિ

@અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને બુલેટ ગતિ આપવામાં હવે આશાનું કિરણ બંધાયું છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જમીન સંપાદન મુદ્દે સુરતમાં વિકટ સમસ્યા સર્જાઇ હતી. પરંતુ હવે જમીનસંપાદન મુદ્દે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલની કુનેહનીતિએ હકારાત્મક અભિગમ અપનાવતા હવે ખેડૂતો જમીનસંપાદન માટે તૈયાર થયા છે. આ જ હેતુએ સરકારે 1750 કરોડનું વળતર ચૂકવ્યું છે. જો કે મૂળ પ્રોજેક્ટ વધુ બે વર્ષ માટે વિલંબમા પડ્યો છે.

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અત્યાર સુધી કોઇ ને કોઇ કારણથી પ્રોજેક્ટમાં અનેકવિધ અવરોધ આવ્યા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ સુરત જિલ્લાનાં અનેક ગામનાં ખેડૂતોએ પોતાની ખેતીલાયક જમીન પ્રોજેક્ટ હેતુ જમીનસંપાદન માટે આપવા ઉગ્રવિરોધ જ નહીં આંદોલન પણ કર્યા હતા. જમીન સંપાદન અંગે ઓલપાડ-કામરેજ ઉપરાંત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં 6 ગામોએ વિરોધ કર્યો હતો. દરમિયાન જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે આ અંગે ખેડૂતો સાથે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. જિલ્લા કલેક્ટરે જમીનસંપાદન હેતુ ખેડૂતોને વર્તમાન જંત્રી ભાવે વળતર આપવાની તેયારી દર્શાવી છે. આ જ હેતુ ખેડૂતોની અંદાજે 123 હેક્ટર જમીન માટે રૂ.1750 કરોડની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત હજી ખેડૂતોને સમજાવવાની કવાયત થઇ રહી છે. ખેડૂતોને પ્રતિ ચોરસમીટર રૂ.708 આપવાનો નિર્ણય પણ જિલ્લા કલેક્ટરે કરતાં ખેડૂતો સમાધાન કરવા માટે તૈયાર થયા છે. મુંબઇ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટના વડાપ્રધાનના ડ્રીમપ્રોજેક્ટને સાચ અર્થમાં સાર્થક કરવા 1560 બ્લોક ખાતેદારોએ પણ સંમતિ આપી છે. એકંદર જિલ્લા કલેક્ટર ડો,.ધવલ પટેલના ખેડૂતો સાથે સમાધાનકરીવલણના કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે બુલેટ ગતિએ આગળ વધશે. જો કે હાલના સંજોગોમાં નિર્ધારિત સમય પ્રમાણે વર્ષ-2022માં પ્રોજેક્ટ પૂર્ણ કરવા આયોજન થયું હતું.પરંતુ જમીનસંપાદનના વિરોધના વિવાદ પગલે વધુ બે વર્ષ માટે પ્રોજેક્ટ પૂર્ણથવામાં વિલંબ થવાની શક્યતા છે. હવે વર્ષ-2024 સુધીમાં બુલેટ પ્રોજેક્ટ પૂર્ણ થવાની આશા સેવાઇ રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો