Not Set/ મહેસાણા: છેલ્લા ત્રણ દિવસથી બે યુવકો આમરણાંત ઉપવાસ પર, 21 યુવકોએ કરાવ્યા મુંડન

મહેસાણા હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે. તો હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં રાજ્યમાં ઠેરઠેર લોકો ધરણા, રામધુન, પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે મહેસાણા ઐઠોકમાં  બે યુવકો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. હાર્દિકના સમર્થનમાં સુનિલ પટેલ અન સુરેશ પટેલ […]

Top Stories Gujarat Videos
mantavya 54 મહેસાણા: છેલ્લા ત્રણ દિવસથી બે યુવકો આમરણાંત ઉપવાસ પર, 21 યુવકોએ કરાવ્યા મુંડન

મહેસાણા

હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે. તો હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં રાજ્યમાં ઠેરઠેર લોકો ધરણા, રામધુન, પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે મહેસાણા ઐઠોકમાં  બે યુવકો આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

mantavya 55 મહેસાણા: છેલ્લા ત્રણ દિવસથી બે યુવકો આમરણાંત ઉપવાસ પર, 21 યુવકોએ કરાવ્યા મુંડન

હાર્દિકના સમર્થનમાં સુનિલ પટેલ અન સુરેશ પટેલ નામના આ બે યુવકોએ પણ છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ પર બેઠા છે. આ સાથે ગામના લોકોએ પણ સરકાર વિરુદ્ધ સુત્રઉચ્ચાર કરીને રામધૂન  બોલાઇ હતી. આ સિવાયા 21 જેટલા યુવકોએ મુંડન કરાવ્યુ. પાટીદાર મહિલાઓ પણ  હાર્દિકના સમર્થનમાં જોડાઇ હતી.

મોઢેરા રોડ પર ટાયરો બાળ્યા

તો મહેસાણામાં ગત રોજ મોઢેરા રોડ પર ટાયરો બાળ્યા હતા, ટાયર બાળીને સરકાર સામે કર્યો પાટીદાર સમજે વિરોધ નોંધાવ્યો હતો. તો મામલે પાટીદાર સમાજના બે યુવાનોને આજે  જેલ હવાલે કરાયા હતા. ટહુકો પાર્ટી પ્લોટ પાસે 10 થી વધુ ટાયર બાળ્યા હતા. મહેસાણા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.