Not Set/ ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ટકરાશે, 16,17,18 મે વરસાદની સંભાવના

લાગે છે કે કુદરત માનવીથી બરાબર રૂઠી છે. એક તરફ દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે દેશના પશ્ચિમ કાંઠે ટૌકટે નામનું ભયાનક વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે.

Top Stories Gujarat Others
A 163 ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ટકરાશે, 16,17,18 મે વરસાદની સંભાવના

લાગે છે કે કુદરત માનવીથી બરાબર રૂઠી છે. એક તરફ દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે દેશના પશ્ચિમ કાંઠે તૌકતે નામનું ભયાનક વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે. અરબ સાગરમાં લોપ્રેસર સર્જાતા દરિયાકાંઠે 60 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

લક્ષદ્રિપ પાસે આવેલા દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર પર સર્જાયેલા લો પ્રેશરના વધુ શક્તિશાળી બનતું જોવા મળી રહ્યું છે.હાલ તો આ વાવાઝોડુ અરબ સાગરમાં આકાર લઇ રહ્યું છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ત્રાટકી શકે છે. અરબી સમુદ્રમાં આ વર્ષનુ પ્રથમ વાવાઝોડુ આકાર પામી રહ્યું છે.

મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં વાવાઝોડુ આકાર પામ્યા બાદ, તે ઉતર-ઉતર પશ્ચિમમાં આગળ વધશે. પરંતુ વાવાઝોડામાં ફેરવાયા પહેલા જ દરિયામાં તેની અસર જણાઈ આવશે. જેના કારણે હવામાન વિભાગે, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ના જવા માટે માછીમારોને ચેતવણી આપી દેવાઈ છે. જે માછીમારો હાલ દરિયામાં છે તેમને કિનારે પરત આવી બોલાવી લેવા માટે તંત્રને જાણ કરી દેવાઈ છે.

A 164 ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ટકરાશે, 16,17,18 મે વરસાદની સંભાવના

ગુજરાતમાં ક્યા ક્યારે વરસાદની આગાહી

16 મેં વરસાદની આગાહી

  • વાવાઝોડાના કારણે વરસાદની આગાહી
  • અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
  • દીવમાં સુરત ભરૂચમાં પડી શકે વરસાદ
  • 30થી 40 કિ.મી સુધી ફુકાશે પવન

Cyclone Tauktae can be among the 'strongest' on India's west coast in 2 decades

17 મેં રોજ વરસાદની આગાહી

  • 30થી 40 કિ.મી સુધી ફુકાશે પવન
  • ગીરસોમનાથ,અમરેલીમાં વરસદાની આગાહી
  • જુનાગઢ,દીવ ,વલસાડમાં આગાહી
  • નવસારી, ડાંગ, તાપીમાં પડે શકે હળવો વરસાદ

18 મેં રોજ વરસાદની આગાહી

  • ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી
  • દાદારાનગર હવેલીમાં પડી શકે છે વરસાદ
  • આણંદ દાહોદ પંચમહાલમાં પડે શકે હળવો વરસાદ

A 168 ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ટકરાશે, 16,17,18 મે વરસાદની સંભાવના

અરબી સમદ્રમાં હવાના હળવા દબાણથી લઈને વાવાઝોડા સુધીના વાતાવરણીય ફેરફારની અસર ભારતના દક્ષિણમાં દરિયાકાંઠો ધરાવતા રાજ્યો ઉપર સૌ પ્રથમ જોવા મળશે. તૌકતે વાવાઝોડું આગામી 18મે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાનારે ત્રાટકી શકે છે.

આ ઉપરાતચ સોમવારની સવારથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનો દરિયો તોફાની બનશે.દરિયામાં 60 થી 80 કિ,મીની ઝડપે પવન ફુંકાવવાની શક્યાતા છે. તો બીજી બાજુમાં વરસાદ પર્યાપ્ત માત્રામાં પડે તો વાવણી વહેલી થવાની શક્યતા છે.

kalmukho str 11 ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ટકરાશે, 16,17,18 મે વરસાદની સંભાવના