ગ્રાંટ/ કોરોનાની કામગીરી માટે સુરતના 93 કોર્પોરેટરોએ ગ્રાંટ ફાળવી

કોર્પોરેટરોએ ફાળવી ગ્રાંટ

Surat
surat 2 કોરોનાની કામગીરી માટે સુરતના 93 કોર્પોરેટરોએ ગ્રાંટ ફાળવી

રાજયમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. જેના લીધે મેડિકલ સેવાઓની અછત સર્જાઇ રહી છે તે ધ્યાનમાં લઇને સુરતના કોર્પોરેટરોએ પોતાની ગ્રાંટમાંથી ફંડ ફાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  સમિતિમાં લેવાયેલા નિર્ણય બાદ કુલ 120 કોર્પોરેટરો પૈકી ભાજપના 93 સભ્યોએ મનપા ગ્રાન્ટ પૈકી પાંચ લાખ ફાળવવાનો પત્ર મેયર સહિત પદાધિકારીઓને કમિશનરને રૂબરૂમાં પત્ર પાઠવ્યો હતો. 93 સભ્યોના 5-5 લાખ મુજબ 4.65 કરોડ મનપાને કરોના માટે અને ખાસ તો સ્મીમેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઓક્સિજન સિલેન્ડર વેન્ટિલેટર સહિતની જરૂરિયાતો પૂરી કરવા માટે ગ્રાન્ટ પેટે ફાળવી દેવાયા છે. આમ મનપા દ્વારા લોકોના કામ માટે સભ્યોને આવતી રકમ પૈકી સભ્ય દીઠ 5-5 લાખ મનપાને જ પરત મળ્યાં છે.

યી સમિતિએ મહત્વપૂર્ણ નિર્ણય કરી મનપાના તમામ કોર્પોરેટરને ફાળવતી વાર્ષિક 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ કોવિડ સંબંધી કામગીરી માટે ગ્રાન્ટ તરીકે વાપરવા મંજૂરી આપી છે. આ ઠરાવના પગલે ભાજપના તમામ 93 સભ્યો પોતાના લેટરપેડ પર પોતાની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા કોવિડ માટેની કામગીરી હેતુ મનપાના ટ્રસ્ટમાં ફાળવવા હેતુ મંજૂરી આપવામાં આવી છે.લ્ઉલેખનીય છે હાલમાં પરિસ્થિતિ અતિ ગંભીર છે પરતું ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગ્રાંટ ફાળવેતો આસાની થઇ જાય,સુરતના કોર્પોરેટરોએ ગ્રાંટ ફાળવી છે.