સુરત/ પેસેન્જર બની ગાંજાની સપ્લાય કરતા ઓડિશાવાસી બે ઇસમોને સુરત રેલવે પોલીસે પકડ્યા

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાના કારણે દારૂ તેમજ અન્ય નસીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવે છે. ત્યારે ઘણી વખત સપ્લાયરો અલગ-અલગ રીતે દારૂ

Gujarat Surat
Surat Railway Police caught two Odisha residents for supplying ganja as passengers

@અમિત રૂપાપરા

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરવામાં આવે છે અને એટલા માટે જ દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરવું તે ગુનાહિત પ્રવૃત્તિમાં આવે છે. ત્યારે દારૂ, ડ્રગ્સ કે ગાંજાના મુદ્દામાલ સાથે સપ્લાયરોને પોલીસ દ્વારા પકડવામાં આવે છે. ત્યારે સુરત રેલ્વે પોલીસે પટના બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી 34 કિલો ગાંજાના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાના કારણે દારૂ તેમજ અન્ય નસીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવે છે. ત્યારે ઘણી વખત સપ્લાયરો અલગ-અલગ રીતે દારૂ ગાંજા કે, ડ્રગ્સની સપ્લાય કરતા હોય છે અને ઘણી વખત ટ્રેન મારફતે ગાંજાનું મુદ્દામાલ સપ્લાય થતો હોવાના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે રેલ્વે પોલીસે બાતમીના આધારે પટના બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી 34 કિલો ગાંજાના મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી છે.

રેલવે પોલીસના જવાનો નાઈટ ડ્યુટીમાં ફરજ બજાવતા હતા ત્યારે રાત્રે 10:00 વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન પર પટના બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી અને ટ્રેનમાંથી ઉતરેલા બે પેસેન્જરની હિલચાલ પર પોલીસને શંકા ગઈ હતી. એક ઇસમ પાસે કાળા કલરની એક બેગ અને બ્લુ કલરની એક ટ્રોલી બેગ હતી. આ ઉપરાંત બીજા ઈસમ પાસે પણ ગ્રે કલરની એક બેગ અને હાથમાં લાલ કલરની ટ્રોલી બેગ હતી. ત્યારે બંને ઈસમોને શંકાના આધારે ઊભા રાખીને રેલવે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

ત્યારે બંને ઈસમો પોલીસની પૂછપરછથી ડરી ગયા હતા અને ત્યારબાદ બંને પાસે રહેલી બેગની તપાસ કરતા તેમાંથી વનસ્પતિજન્ય નશીલા પદાર્થ એટલે કે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે બંને ઓડિશાના ગંજામના વતની છે. તેમાંથી એકનું નામ આદર્શ શાહ અને બીજાનું નામ શંકર બહેરા હોવાનું સામે આવ્યું છે અને આ બંને પાસેથી પોલીસ દ્વારા 34 કિલો ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Veer Narmad University/વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં મારામારીની ઘટના, ખાવાની બાબતને લઈને થઇ બબાલ

આ પણ વાંચો:Surat/સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:vadodarar/વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર