ODI World Cup 2023/ હાર્દિક પંડ્યાની ઈજાને કારણે આ બે ખેલાડીઓને લાગી શકે છે લોટરી!

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની મેચ રવિવાર 22 ઓક્ટોબરે ધર્મશાલામાં રમાશે. આ બંને ટીમો અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અજેય રહી છે.

Top Stories Sports
YouTube Thumbnail 2023 10 20T155157.489 હાર્દિક પંડ્યાની ઈજાને કારણે આ બે ખેલાડીઓને લાગી શકે છે લોટરી!

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની મેચ રવિવાર 22 ઓક્ટોબરે ધર્મશાલામાં રમાશે. આ બંને ટીમો અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. પરંતુ ઇજાઓ બંને ટીમો માટે ચિંતાનો વિષય છે. કિવી ટીમ તેના નિયમિત કેપ્ટન કેન વિલિયમસનની ઈજાથી પરેશાન છે. તો ભારતીય ટીમ વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાના કારણે ચિંતિત છે. એક મોટો સવાલ એ પણ ઊભો થયો છે કે પંડ્યાના જવાથી ટીમ ઈન્ડિયામાં કેટલો બદલાવ આવશે.

જો ટીમના કોમ્બિનેશનની વાત કરીએ તો હાર્દિક પંડ્યાના જવાથી ભારતીય ટીમને બેટ્સમેન અને બોલર બંનેની કમી અનુભવાશે. શાર્દુલ ઠાકુર પહેલાથી જ બોલિંગમાં નબળી કડી સાબિત થઈ રહ્યો હતો. હાર્દિકની ઈજાના કારણે ત્રીજા ફાસ્ટ બોલરની સમસ્યા પણ ઉભી થઈ છે. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા બદલાયેલી દેખાઈ શકે છે. એટલું જ નહીં હાર્દિકની ઈજા બાદ એક નહીં પરંતુ બે ખેલાડીઓની ટીમમાં લોટરી લાગી શકે છે. આમાંથી એક એવો ખેલાડી પણ હોઈ શકે છે જેણે હજુ સુધી વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું નથી.

આ 2 ખેલાડીઓ માટે લોટરી લાગી શકે છે

જો હવે ફેરફારોની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે હાર્દિક પંડ્યા વિના મેદાનમાં ઉતરશે તે નિશ્ચિત છે. સવાલ એ છે કે હાર્દિકની જગ્યાએ કોણ રમશે. જો બેટિંગની વાત કરીએ તો હાર્દિક ફિનિશરની ભૂમિકા ભજવે છે, જો તે દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. સૂર્યા તેના વર્લ્ડ કપ ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. જ્યારે હાર્દિકને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે જોવામાં આવે તો ઈશાન કિશનને તક મળી શકે છે. એટલે કે ઈશાન કે સૂર્યા બંનેમાંથી કોઈ એક રમશે તે નિશ્ચિત ગણી શકાય.

પરંતુ ટીમ ઈન્ડિયા પણ બોલર તરીકે હાર્દિકની ખોટ અનુભવશે. આ સ્થિતિમાં શાર્દુલ ઠાકુર જે પહેલાથી જ નબળી કડી સાબિત થઈ રહ્યો છે તેને બહાર જવું પડી શકે છે. હાર્દિક પંડ્યા પ્રથમ ત્રણ મેચમાં ત્રીજા ફાસ્ટ બોલર તરીકે શરૂઆતથી જ ઉપયોગી સાબિત થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં ઈશાન અથવા સૂર્યાની જગ્યાએ બેટિંગમાં આવ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા ટીમમાં સંતુલન જાળવવા માટે ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શમીનો સમાવેશ કરી શકે છે. શમી પાસે મોટો અનુભવ છે અને તે બે વનડે વર્લ્ડ કપ પણ રમી ચુક્યો છે. આ વખતે પણ તે પોતાની તકની રાહ જોઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 હાર્દિક પંડ્યાની ઈજાને કારણે આ બે ખેલાડીઓને લાગી શકે છે લોટરી!


આ પણ વાંચો: High Court/ આખરે સફાઈકર્મીઓને મળ્યો ન્યાય, હાઈકોર્ટએ વળતર ચૂકવવા સરકારને આપ્યો આદેશ

આ પણ વાંચો: Feature/ હાશ…આખરે WhatsAppમાં જેની જરૂર હતી તે ફીચર મળશે

આ પણ વાંચો: World Tourist Village/ ગુજરાતનું કયું ગામ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન્ સ્થળોની યાદીમાં સામેલ?