Instagram પર જ્યારે એક એકાઉન્ટમાંથી એકથી વધુ એકાઉન્ટ ચલાવવાની સુવિધા શરૂ કરવામાં આવી ત્યારે દરેકના મનમાં પ્રશ્ન હતો કે આ WhatsApp પર આ ફીચર ક્યારે આવશે. તમે WhatsApp પર માત્ર એક જ એકાઉન્ટ ચલાવી શકો છો. પરંતુ હવે તમે WhatsApp પર એકસાથે બે એકાઉન્ટ ચલાવી શકાશે. મેટાના CEO માર્ક ઝકરબર્ગે એક પોસ્ટમાં કહ્યું કે WhatsApp યુઝર્સ ટૂંક સમયમાં એક જ સમયે બે WhatsApp એકાઉન્ટમાં લોગઈન કરી શકશે. તેમણે કહ્યું,’WhatsApp પર બે એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરો. ટૂંક સમયમાં તમે એપની અંદર એક ફોન પર બે WhatsApp એકાઉન્ટ ધરાવી શકશો.
આવા લોકોને થશે ફાયદો
આ ફીચરની મદદથી તમે એક જ ડિવાઇસ પર બે અલગ-અલગ WhatsApp એકાઉન્ટ ચલાવી શકો છો. આ સાથે તમારે દર વખતે લોગ આઉટ કરવાની કે બે અલગ-અલગ ફોન સાથે રાખવાની જરૂર નહીં પડે. આ સુવિધા ખાસ કરીને એવા યુઝર્સ માટે ઉપયોગી થશે જેઓ તેમના કામ અને અંગત જીવન માટે અલગ-અલગ WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરવા માગે છે. ઉદાહરણ તરીકે, તમે તમારા વ્યાવસાયિક સંપર્કો સાથે એક એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો, અને તમારા મિત્રો અને પરિવાર સાથે બીજા એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો.
ફક્ત તમારા WhatsApp સેટિંગ્સ ખોલો, તમારા નામની બાજુના તીર પર ક્લિક કરો અને ‘એકાઉન્ટ ઉમેરો’ પર ક્લિક કરો. કંપની અનુસાર, તમે દરેક એકાઉન્ટ પર તમારી પ્રાઈવસી અને નોટિફિકેશન સેટિંગ્સને નિયંત્રિત કરી શકો છો. મેટા માલિકીના પ્લેટફોર્મે યુઝર્સને તેમના ફોન પર વધુ એકાઉન્ટ્સ ઉમેરવા માટે ફક્ત સત્તાવાર WhatsAppનો ઉપયોગ કરવાની અને ફેક વર્જન ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સત્તાવાર WhatsAppનો ઉપયોગ કરતી વખતે જ યુઝર્સના મેસેજ સુરક્ષિત અને ખાનગી હોય છે.
WhatsAppએ આ સપ્તાહની શરૂઆતમાં તમામ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પાસવર્ડ-લેસ પાસકી ફીચર માટે સપોર્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પગલું એન્ડ્રોઇડ પરના WhatsApp યુઝર્સને અસુરક્ષિત અને હેરાન કરનાર દ્વિ-પરિબળ SMS પ્રમાણીકરણને ગુડબાય કહેવા માટે મદદ કરશે.
કંપનીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું, ‘એન્ડ્રોઇડ યુઝર્સ પાસકી વડે સરળતાથી અને સુરક્ષિત રીતે લોગ ઈન કરી શકે છે. ફક્ત તમારો ચહેરો, ફિંગરપ્રિન્ટ અથવા પિન તમારા WhatsApp એકાઉન્ટને અનલોક કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઇડ સપોર્ટ આવતા અઠવાડિયા અને મહિનાઓમાં શરૂ થશે. પાસકી પાસવર્ડને તમારા ઉપકરણની પોતાની પ્રમાણીકરણ પદ્ધતિઓથી બદલી શકે છે.
આ પણ વાંચો: Manipur/ સુરક્ષા દળોને મળી મોટી સફળતા, મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત
આ પણ વાંચો: World Tourist Village/ ગુજરાતનું કયું ગામ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન્ સ્થળોની યાદીમાં સામેલ?
આ પણ વાંચો: Gujarat High Court/ અમદાવાદ શહેરમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે, ગુજરાત હાઈકોર્ટ દ્રારા લેવાયો નિર્ણય

