આજની વ્યસ્ત જીવનશૈલીનાં કારણે તમે તમારા શરીરને બગાડી રહ્યા છો. જેની સીધી અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સીધી પડે છે. યાદ કરવાની શક્તિ નબળી પડે છે. પરંતુ થોડી કસરત દ્વારા તમે તમારા આરોગ્યને સંભાળ રાખી શકશો. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યાદ શક્તિને ઝડપી બનાવવા માટે ફક્ત 30 મિનિટનો વ્યાયામ ઘણો છે.

દેખીતી વાત એ છે કે લોકો સામાન્ય રીતે રોજીંદી કસરતને ટાળે છે. જો કે, સંશોધકો કહે છે કે ફક્ત 30 મિનિટનો ઉપયોગ કરીને તમે તમારી યાદશક્તિ સુધારી શકો છો. આ સાથે, મગજની કામ કરવાની ક્ષમતામાં પણ બદલાવ લાવી શકો છો. આરોગ્ય અધિકારીઓ નિયમિતપણે કસરત કરવાની ભલામણ કરતા રહે છે. આશરે દોઢ કલાક આસાન ગતિવિધિઓ જેવી કે ઝડપી ચાલવુ અને બાગકામ કરવાથી વૃદ્ધ વયસ્કોનું દિમાગ અને શરીર સ્વસ્થ રહે છે.

આપને જણાવી દઇએ કે, ન્યૂ યુનિવર્સિટી ઑફ મેરીલેન્ડનાં સંશોધકોએ 50 થી 58 વર્ષની વયનાં 26 પુખ્તવયનાં લોકોની યાદશક્તિની અસર જાણવા માટે સંશોધન કર્યું. સંશોધનમાં જાણવા મળ્યું છે કે માત્ર ત્રીસ મિનિટની કસરત દિમાગને વેગ આપવા માટે મગજની ગતિવિધિઓને વધારે છે. નિયમિત આ મુજબ વ્યાયામ કરવાથી યાદ શક્તિમાં વધારો થાય છે. યાદ શક્તિ વધારવા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક કસરત છે. શારીરિક પ્રવૃત્તિ મગજ પર સકારાત્મક અસરો ઊભી કરે છે. છે.
