Arvalli News: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના (Shamlaji Temple) નામે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. અરવલ્લી જિલ્લામાં આવેલું અંદાજે 1500 વર્ષ પ્રાચીન શામળાજી મંદિર હવે પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ’માં (World Record of Excellence) સ્થાન પામ્યું છે. મંદિરની ભવ્યતા, ઐતિહાસિક વારસો અને ધાર્મિક મહત્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે.
મળતી માહિતી મુજબ, વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સની જ્યુરી ટીમે મંદિરના ઐતિહાસિક મહત્ત્વ, વિશેષતા અને ઉપલબ્ધ વિગતોનું વેરિફિકેશન કર્યા બાદ સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કર્યું છે. સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ સંજય પંજવાણી અને જસપાલ સિંહ સોલંકી દ્વારા મંદિર ટ્રસ્ટને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
Shamlaji Temple: મંદિર ટ્રસ્ટે સ્વીકાર્યું સન્માનપત્ર
આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ વતી ટ્રસ્ટીના પ્રતિનિધિઓએ પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું. ટ્રસ્ટી બચુભાઈ કટારા અને મેનેજર પ્રવીણભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મંદિર ટ્રસ્ટના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી સહિત ટ્રસ્ટ પરિવાર અને ભક્તોમાં આ સિદ્ધિને લઈને આનંદની લાગણી જોવા મળી હતી.

જાન્યુઆરીમાં દિલ્હીના ભારત મંડપમ ખાતે સન્માન
આગામી જાન્યુઆરી મહિનામાં દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે યોજાનારા ભવ્ય સમારોહમાં શામળાજી મંદિરને ફાઇનલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ સિદ્ધિથી શામળાજી યાત્રાધામની ઐતિહાસિક અને ધાર્મિક ઓળખને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળવાની સાથે અરવલ્લી જિલ્લો અને સમગ્ર ગુજરાત ગૌરવ (Gujarat Temple) અનુભવી રહ્યું છે.
આ પણ વાંચો: ભક્તો નોંધ લેજો! ફાગણી પૂનમે સૂર્ય ગ્રહણને પગલે શામળાજી મંદિરના દર્શનના સમયમાં મોટો ફેરફાર
આ પણ વાંચો: શામળાજી મંદિરમાં ભગવાનને 400 ગ્રામ સોનાની પાદુકા અર્પણ કરાઈ, ભક્તની અનોખી શ્રદ્ધા
આ પણ વાંચો: યુસુફ પઠાણને સરકારી જમીન આપવાના નિર્ણય પર વિવાદ: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર લગાવ્યા બેવડા ધોરણોના આરોપ
