નીરવ મોદી દ્વારા કરવામાં આવેલ ૧૩૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીની અસર પંજાબ નેશનલ બેંકના ત્રિમાસિક પરિણામ પર જોવા મળી છે. અપેક્ષા પ્રમાણે પંજાબ નેશનલ બેંકને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં મોટો જટકો લાગ્યો છે. આ સમયગાળામાં પીએનબીને સ્ટેન્ડઅલોન બેસીસ પર ૧૩૪૧૭ કરોડ રૂપિયાનું નુકસાન થયું , જે કોઈ પણ રાષ્ટ્રીય બેંકને અત્યાર સુધીમાં થયેલું સૌથી મોટું ત્રિમાસિક નુકસાન છે. જયારે એક વરસ પહેલા આ જ ત્રિમાસિક ગાળામાં પીએનબીને ૨૬૧ કરોડનો નફો થયો હતો. ખરાબ ત્રિમાસિક પરિણામ આવવાથી પીએનબીના સ્ટોક લગભગ ૬ ટકા જેટલા પટકાઈ ને ૮૪ રૂપિયા પર આવી ગયા હતા. બેંક ની બેડ લોન પણ ૬ ટકા થી વધારે થઇ ગઈ છે.
નીરવ મોદીની છેતરપિંડીથી વધ્યું નુકસાન
નીરવ મોદીની છેતરપિંડીના કારણે થયેલા નુકસાન માટે કરવામાં આવેલી જોગવાઈઓના સબંધમાં બેન્કે કહ્યું કે, આના માટે ૭૧૭૮ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જે ૨૦૧૭-૧૮ માં ચોથા ક્વાર્ટરના કુલ ૧૪૩૫૬ કરોડ રૂપિયાની જોગવાઈ ના ૫૦ ટકા જેટલા છે. બાકી રહેતી અમાઊન્ટ ચાલુ નાણાકીય વર્ષ ના ત્રણ ત્રિમાસિક ગાળાઓ માં કવર કરવામાં અવશે.
ફેબ્રુઆરીમાં સામે આવ્યુ હતું ૧૩૦૦૦ કરોડનું કોભાંડ
પીએનબીના માર્ચના ત્રિમાસિક પરિણામ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણકે આ બેંકમાં ભારતના બેન્કિંગ ઈતિહાસના સૌથી મોટા કોભાંડ નો ખુલાસો થયો છે. લગભગ ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું આ કૌભાંડ બે જેવેલરી ગ્રુપ સાથે જોડાયેલું હતું, જેમણે પીએનબી સ્ટાફ દ્વારા આપવામાં આવેલી ફેક ગેરંટીથી ઓવરસીઝ ક્રેડીટ મેળવી હતી.
બીજી બેંકોને ચૂકવ્યા ૬૫૮૬ કરોડ
પીએનબીએ એક નિવેદનમાં જણાવ્યું કે આ કૌભાંડમાં આપવામાં આવેલા લેટર ઓફ અન્ડરસ્ટેન્ડીંગ અને ફોરેન લેટર ઓફ ક્રેડીટમાં પોતાની જવાબદારીઓ ભરપાઈ કરવા માટે બીજી બેંકોને ૬૫૮૬.૧૧ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
આવકમાં થયું પતન, વધારવી પડી જોગવાઈ
માર્ચ ૨૦૧૮માં સમાપ્ત થયેલ ત્રિમાસિક ગાળામાં બેન્કની કુલ આવક ૧૨૯૪૫ કરોડ રૂપિયા રહી હતી. જયારે એક વર્ષ પહેલા આ જ ત્રિમાસિક ગાળામાં આ આંકડો ૧૪૯૮૯ કરોડ રૂપિયા હતો.
પીએનબીને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં ચોથા ત્રિમાસિક ગાળામાં ૨૦૩૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવી પડી જયારે એક વર્ષ પહેલા આજ અવધિમાં ૫૭૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી.
NII માં ૧૬.૮ ટકાનો ઘટાડો
નાણાકીય વર્ષ ૨૦૧૮ ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં પીએનબીની નેટ ઇન્ટરેસ્ટ આવક ૧૬.8 ટકા ઘટીને ૩૦૬૩.૪ કરોડ રૂપિયા થઇ ગઈ છે. જયારે એક વર્ષ પહેલા આ જ ગાળામાં બેંકની નેટ ઇન્ટરેસ્ટ આવક ૩૬૮૪ કરોડ રૂપિયા હતી.
18.૩૮ ટકા રહ્યો ગ્રોસ એનપીએ
બેંકનો ગ્રોસ એનપીએ વધીને ૧૮.૩૮ ટકા થઇ ગયો છે, જે પહેલા ડીસેમ્બેરમાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં ૧૨.૧૧ ટકા જેટલો હતો. અને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં એજ નેટ એનપીએ ૧૧.૨૪ ટકા હતો., જયારે ડીસેમ્બર ક્વાર્ટર સુધી નેટ એનપીએ ૭.૫૫ ટકા હતો.
ત્રિમાસિક આધાર પર રૂપિયામાં વાત કરીએ તો ચોથા ત્રિમાસિક ગાળામાં ગ્રોસ એનપીએ ૫૭૫૧૯ કરોડ રૂપિયા થી વધીને ૮૬૬૨૦ કરોડ રૂપિયા થયો હતો. અને નેટ એનપીએ ૩૪૦૭૬ કરોડ રૂપિયા થી વધીને ૪૮૬૮૪ કરોડ રૂપિયા રહ્યો છે.
FY ૧૮ માં થયું ૧૨૧૩૦ કરોડ નું નુકસાન
નાણાકીય વર્ષ ૨૦૧૮ માં પીએનબીનો નેટ લોસ ૧૨૧૩૦ કરોડ રૂપિયા રહ્યો છે. જયારે નાણાકીય વર્ષ ૨૦૧૭આ બેંકને ૧૧૮૭ કરોડ રૂપિયાનો નફો થયો હતો.
