Gujarat Weather/ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું, તાપમાનમાં થયો વધારો

આમ એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે દેશના હવામાનમાં પલટો આવશે. આ સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડી(Cold)નું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર પૂર્વથી પૂર્વની દિશામાં પવન રહેતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે.

Cold wave like conditions expected in Amritsar, Narnaul, Churu and Bhatinda  during next 48 hrs | Skymet Weather Services

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પશ્ચિમી વિક્ષેપ આવવાને લીધે હવામાનમાં પલટો આવશે. રાજસ્થાનના ભાગોમાં એક સાઈક્લોનિક સર્કુલેશન (Cyclonic Circulation) રચાશે. બંગાળના ભાગમાં એક એન્ટી સાયક્લોન બનશે. બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે દેશના ઉત્તરીય પૂર્વિય ભાગોમાં વાદળો પહોંચશે. આ પછી પશ્ચિમી વિક્ષેપો આવશે. આ પછી પશ્ચિમી વિક્ષેપો (Western disturbance) આવશે. આમ એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે દેશના હવામાનમાં પલટો આવશે. આ સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે.

Severe Cold Wave to Grip Odisha as New Year Begins, Temperatures to Plummet  | Pragativadi | Odisha News, Breaking News Odisha, Latest Odisha News

હાલમાં પૂર્વ અને ઉત્તરપૂર્વથી ફૂંકાતા પવનો દિશા બદલવા માટે સેટ છે, જેના કારણે તાપમાનમાં 2-3 °C નો ઘટાડો થશે. આ વખતે રાજ્યભરમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળશે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.2°C, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી વધારે છે, ઘટવાની ધારણા છે. અન્ય પ્રદેશો, જેમ કે નલિયા, પહેલાથી જ ઠંડા તાપમાનનો અનુભવ કરી રહ્યા છે, જેમાં તાજેતરમાં 11°C નું નીચું તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં 16.1 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આગામી 5 દિવસ અમદાવાદનું તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આજે 31 ડિગ્રી સાથે 3 ડિગ્રીનો વધારો થયો છે. નલિયામાં 11, ડીસામાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 13.6, ભાવનગરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઠંડીથી મળશે રાહત, ગુજરાત હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો:કડકડતી ઠંડીથી જનજીવન થંભી ગયું, વરસાદનું યલો એલર્ટ

આ પણ વાંચો:રાજ્યના હવામાનમા આવશે બદલાવ, ઠંડી ઘટશે, છાંટા થવાની શક્યતા